° °

આજનું ઇ-પેપર
Monday, 27 March, 2023


રામ-લક્ષ્મણ કી પાઠશાલા - બક્સર

જ્યાં શૈવ અને વૈષ્ણવ પરંપરાનો અદ્ભુત સમન્વય થયો છે, જે ધરતી શ્રી રામનાં પદચિહ‍‍‍‍‍‍્નોથી પવિત્ર થઈ છે એ બિહાર રાજ્યનું બક્સર વિષ્ણુ ભગવાનના પાંચમા વામન અવતારનું પણ જન્મસ્થળ છે

09 March, 2023 04:32 IST | Mumbai | Alpa Nirmal

વિઝા માટે મિત્રનું ડિગ્રી સર્ટિફિકેટ નામ બદલીને વાપરી લઉં તો ચાલે?

તમે તમારા મિત્રની ઓળખ લઈને, એનાં સર્ટિફિકેટો તમારાં છે એવું દેખાડીને અમેરિકાની કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છો છો એ છળકપટ છે

03 March, 2023 02:28 IST | Mumbai | Dr. Sudhir Shah

આ વર્ષે અધિક મહિનામાં પવિત્ર જળમાં સ્નાન કરવા લોણારના ધાર મંદિરે જવાય

વૈજ્ઞાનિકો ભલે એને જિયોલૉજિકલ ઘટના ગણાવતા હોય, પરંતુ મસમોટા ઉલ્કા સરોવરના આલ્કલાઇન પાણીના કિનારે મીઠા પાણીની સરવણી ફૂટી નીકળવી એ ઓન્લી સાયન્ટિફિક ઘટના માત્ર ન કહી શકાય

02 March, 2023 02:58 IST | Mumbai | Alpa Nirmal

માય ફ્રેન્ડ હિમાલય

એક આમ આદમી માટે બધા જ ડુંગરાઓ એકસમાન હોય છે; સહ્યાદ્રિની પર્વતમાળાઓ હોય કે નીલગિરિની હિલ રેન્જિસ કે પછી માઇટી હિમાલય, એવરેસ્ટ ક્લાઇમ્બર કેવલ કક્કા માટે ભારતનો સરતાજ હિમાલય જાણે કે જાદુ હૈ... નશા હૈ

16 February, 2023 05:29 IST | Mumbai | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

કચ્છના રણમાં.

આને કહેવાય ભક્ત બાઇકર

બોરીવલીમાં રહેતા કૉર્પોરેટ કંપનીમાં વેલ્થ મૅનેજરનુંકામ કરતા રોનક ભાટિયાને, જે છેલ્લાં ૪ વર્ષમાં બાઇક પર ઘણાં મંદિરો ફરી આવ્યો છે. મંદિરોનું તેને એટલું ઘેલું છે કે ચાન્સ મળ્યો તો એ પાકિસ્તાનના કરતાર સાહિબ ગુરદ્વારા પણ ફરી આવ્યો છે

09 February, 2023 04:02 IST | Mumbai | Jigisha Jain
ઝંસ્કાર રિવર - તસવીર ધર્મિષ્ઠા પટેલ

હાડ અને લોહી થીજવી દે તેવા તાપમાનમાં થતો ચાદર ટ્રેક કરવો હોય તો આ જરૂર વાંચો

ચાલો ફરવા કૉલમમાં ચાદર ટ્રેકની માહિતી મેળવી, તસવીરો જોઇને જો ત્યાં પહોંચી જવું હોય તો પ્લાનિંગ કરવાની માહિતી મળશે આ તમામ સવાલોના જવાબોમાં

03 February, 2023 04:25 IST | Mumbai | Dharmishtha Patel
ઉત્તરાખંડના મુક્તા ટૉપ પર શિયાળુ ટ્રેક કરવા જેવો છે

ઉત્તરાખંડના મુક્તા ટૉપ પર શિયાળુ ટ્રેક કરવા જેવો છે

શિયાળામાં બરફાચ્છાદિત હિમાલયને ખૂંદવાની ઇચ્છા હોય તો ચોક્કસ મુક્તા ટૉપ જઈ શકાય એવું કહેવાનું છે બોરીવલીના ૨૪ વર્ષના ટ્રાવેલર પૂર્વેશ બોરીચાનું. પહેલા લૉકડાઉન પછી જ્યારે તે અહીં ગયો એ વખતનો તેનો  અનુભવ જાણીએ

26 January, 2023 07:01 IST | Mumbai | Jigisha Jain


ફોટો ગેલેરી

ચાલો ફરવાઃ 200 વર્ષ પછી પણ ઉજ્જડ ગામમાં રાતે ચિચિયારી અને રડવાનો અવાજ સંભળાય છે

એ રાતે આખું ગામ રાતો રાત ખાલી થઈ ગયું. ન ફક્ત આ ગામ પણ તેની સાથે 84 ગામ ખાલી થઈ ગયા હતા. એવું તો શું બન્યું હતુ એ રાતે કે ગામોના ગામ ખાલી થઈ ગયા? કેમ આજે પણ આ ગામ ફરીથી નથી વસ્યું? કેમ આજે પણ અહીં લોકોના રડવાનો અને ચીચીયારિઓનો અવાજ સંભળાય છે? દિવસે પ્રવાસીઓની હલચલથી જીવંત રહેતુ આ ગામ રાત્રે ભેંકાર ભાસે છે. કેમ રાત્રે માણસો માટે આ ગામના દરવાજા બંધ થઈ જાય છે? એ ઘટનાને 200 વર્ષ થઈ ગયા. છતાં કેમ આજેય અહીં જીવન નથી? જેસલમેરથી માત્ર 22 કિમીના અંતર પર રહેલ આ ગામ કેમ ગુમનામ છે? આ સવાલો મને ખેંચી ગયા છે કુલધારા ગામમાં. જેને વિશ્વની ભૂતિયા સાઈટોમાં સ્થાન મળ્યું છે.   ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)
24 March, 2023 05:19 IST | Mumbai | Dharmishtha Patel

હિમાલયના પ્રેમમાં છે  આ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

હિમાલયના પ્રેમમાં છે આ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

જે મેળવવા તે અવારનવાર એના ખોળે જવા માગે છે. ત્યાંનું ખુલ્લું આકાશ અને એના અગણિત તારાઓનું તેમને ઘણું આકર્ષણ છે

10 November, 2022 04:35 IST | Mumbai | Jigisha Jain
વન્ડરફુલ વિલેજ

વન્ડરફુલ વિલેજ

મુંબઈથી જસ્ટ બે કલાક દૂર કુદરતના ખોળે ગ્રામીણ જીવનની નિરાંતવી મોજ માણવી હોય અને ઑર્ગેનિક ખેતીને નજરે જોવી હોય : ગ્રામ્ય કલા, સંસ્કૃતિ અને પરંપરાગત પ્રવૃત્તિઓ એન્જૉય કરવી હોય તો ખાલાપુર પાસેનું વિલેજ રિસૉર્ટ તમને જરૂર ગમશે

10 November, 2022 04:24 IST | Mumbai | Rupali Shah
શિવરાજપુર બીચ

યહાં બ્લુ હૈ પાની... પાની...

તીર્થભૂમિ દ્વારકાના પડખે આવેલો શિવરાજપુર બીચ ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લૅગ બીચનો બિરુદ પામેલો દરિયાકાંઠો છે. ગુજરાતી વર્ણમાળાનો અક્ષર ‘ધ’ જેવો આકાર ધરાવતી ગુજરાતની કોસ્ટલલાઇનમાં શિવરાજપુર તટનો જોટો જડે એમ નથી

30 October, 2022 03:59 IST | Mumbai | Alpa Nirmal


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK