સાંસ્કૃતિક ઉજવણીઓ, યાદગાર તહેવારો અને મજેદાર પૉપ-અપ્સ એ ફિલાડેલ્ફિયાની સમર સિઝનનો અનુભવ લેવાની ઘણી બાબતોમાંના કેટલાક જાણીતા વિકલ્પો છે. ફિલાડેલ્ફિયા સમર માટે કેમ અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે એ જાણવા માટે હાજર છે શ્રેષ્ઠ વિકલ્પો આઉટડોર એક્ટિવિટીઝના. વાઇબ્રન્ટ આઉટડોર્સ – જ્યારે સુરજ પ્રકાશતો હોય ત્યારે આઉટડોર જવા માટે ફિલાડેલ્ફિયા બેસ્ટ છે. ફાઉન્ટેન શોઝ, મીની ગોલ્ફ, ડાન્સ લેસન્સ અને બીજી ફેમિલી ફ્રેન્ડલી એક્ટિવિટી તમે ફ્રેન્કલીન સ્ક્વેરમાં કરી શકશો. જૂનમાં શરૂ થતો વાર્ષિક ચાઇનિઝ લેન્ટર્ન ફેસ્ટિવલ સાંજે માણવાનું ચૂકતા નહીં જ્યારે એલઈડી લાઇટ્સથી સજાવેલા હજારો લેન્ટર્ન્સ ફ્રેન્કલીન સ્કેવરને ટેક્નિકલરમાં ફેરવી નાખે છે
14 May, 2025 07:02 IST | Philadelphia | Gujarati Mid-day Online Correspondent