° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


સેક્સ-પાવર માટે દવા લઉં છું, પણ એનાથી ઊંઘ બહુ આવે છે

18 January, 2023 09:14 AM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

જો ઉત્તેજના પૂરતી આવતી હોય, પણ વહેલું સ્ખલન થઈ જતું હોવાથી સમાગમ સંતુષ્ટિ સુધી ન પહોંચી શકાતું હોય અને તમે એ સંદર્ભની ફરિયાદ કરી હોય તો જ ડૉક્ટરે તમને એવી મેડિસિન લખી આપી હોય.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક) કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૭ વર્ષ છે. લગ્નને ૧૫ વર્ષ થયાં છે અને હવે ઉત્તેજના લાંબો સમય ટકાવવામાં મુશ્કેલી પડે છે. પત્નીને અસંતોષ રહેતો હોવાથી હાલમાં ફૅમિલી ડૉક્ટરે સજેસ્ટ કરેલી દવા શરૂ કરી છે. તેમણે મને સાંજે ગોળી લેવાનું કહ્યું હતું, જેથી એની અસર રાતે વધારે સારી રીતે જોવા મળે, પણ એ ગોળી લીધા પછી મને ખૂબ બગાસાં આવે છે ને આખી સાંજ સુસ્તીભરી જાય છે. કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું હોય તો એમાં મગજ કૉન્સન્ટ્રેટ નથી કરી શકાતું. હું એ પણ કહીશ કે ૬૦ મિલીગ્રામની એ દવા લીધા પછી સેક્સ-પાવર વધે છે અને સમાગમ લાંબો ચાલે છે. શું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજૅક્યુલેશન આ ગોળીને કારણે ડિલે થતું હોય? દવાને કારણે ઊંઘ અને સુસ્તી રહ્યા કરે? ગોરેગામ

કેટલીક પ્રીમૅચ્યોર ઇજૅક્યુલેશન માટેની દવા હોય છે. જો ઉત્તેજના પૂરતી આવતી હોય, પણ વહેલું સ્ખલન થઈ જતું હોવાથી સમાગમ સંતુષ્ટિ સુધી ન પહોંચી શકાતું હોય અને તમે એ સંદર્ભની ફરિયાદ કરી હોય તો જ ડૉક્ટરે તમને એવી મેડિસિન લખી આપી હોય.

આ પણ વાંચો : જાહેરમાં હસબન્ડ બહુ છૂટ લે છે, જે મને જરાય ગમતું નથી

તમે કહો છો ગોળીની આડઅસરરૂપે બગાસાં આવે છે, જે સ્વાભાવિક છે, કારણ કે સાંજથી જ તમે સેક્સમય રાતની તૈયારીઓ શરૂ કરી દો તો નૅચરલી એની અસર દેખાવી શરૂ થઈ જાય. બહેતર છે કે તમે સમાગમના એક કલાક પહેલાં ગોળી લો. બીજી વાત એ કે તમે કહો છો કે ૬૦ મિલીગ્રામની એ ટૅબ્લેટ છે. સહજ વિચાર કરો, જો એ દવાથી ઇજૅક્યુલેશન વધુપડતો લંબાઈ જતો હોય અને સ્ખલન થવામાં વધુ સમય લાગતો હોય તો દવાનો ડોઝ ઘટાડી દેવો જોઈએ, જેનો ફાયદો તમને સાંજે લાગતી સુસ્તી પર પણ જોવા મળશે.

આઇડિયલી, કોઈ પણ દવાની શરૂઆત હંમેશાં ઓછા ડોઝથી જ કરવી જોઈએ. તમે ૩૦ મિલીગ્રામ લેશો તો પણ કામ ચાલી જશે. અલબત્ત, જો દવા લેવાથી તમને વિલંબિત સ્ખલન થતું હોય તો નિયમિતપણે આ ગોળીની આદત પાડવાની પણ જરૂર નથી. ઘણી વાર ઍન્ગ્ઝાયટીને કારણે પણ વહેલું સ્ખલન થઈ જતું હોય તો કૉન્ફિડન્સ પાછો મેળવવા માટે દવાનો સહારો લેવો પડે છે. આત્મવિશ્વાસ પાછો આવી જાય પછીથી રોજ આ દવા લેવાની જરૂર નથી.

18 January, 2023 09:14 AM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

વાઇફ સાથે કપડાં વિના સૂવાની એવી આદત છે

આદતને છોડવાની ત્યારે જ જરૂર પડે જ્યારે બેમાંથી એક વ્યક્તિ એનો સ્વીકાર પરાણે કે પછી કમને કરી રહી હોય

01 February, 2023 04:17 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

ચેસ્ટ સાવ ફ્લૅટ છે, બ્રેસ્ટ ભરાવદાર કરવા શું કરવું?

વાત સાચી છે અને સાયકોલૉજિકલી પુરવાર પણ થઈ છે કે બ્રેસ્ટનો ઉભાર પુરુષોનું ધ્યાન પહેલાં ખેંચે અને પુરુષ પણ ભરાવદાર બ્રેસ્ટ ધરાવતી છોકરી તરફ વધારે અટ્રૅક્ટ થાય

31 January, 2023 04:53 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

પેનિસની નસો દેખાતી નથી અને એ પહેલાં જેવું રહ્યું નથી, શું કરું?

સેક્સ વખતે જે ક્રિયા વજાઇના કરે છે એ જ ક્રિયા મૅસ્ટરબેશન વખતે તમારા હાથની મુઠ્ઠી કરે છે.

30 January, 2023 04:07 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK