Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કૉન્ડોમ વિના મજા નથી આવતી અને બાળકનું પ્લાનિંગ પણ કરવું છે

કૉન્ડોમ વિના મજા નથી આવતી અને બાળકનું પ્લાનિંગ પણ કરવું છે

17 January, 2023 05:30 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

હસબન્ડ મુંબઈ આવે એ દરમ્યાન અમને ઇન્ટિમસીનું બહુ મન હોય છે, પણ એમાં મજા નથી આવતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર કામવેદ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મારાં મૅરેજને પાંચ વર્ષ થયાં છે. હાલમાં મારા હસબન્ડ કામસર દિલ્હી રહે છે અને હું મુંબઈમાં રહું છું. ત્રણ-ચાર મહિને આઠ-દસ દિવસ માટે તે ઘરે આવે છે. આ સિવાયના દિવસોમાં મૅસ્ટરબેશનથી મારું કામ ચાલી જાય છે અને સાચું કહું તો એમાં મને વધારે મજા આવે છે. હસબન્ડ મુંબઈ આવે એ દરમ્યાન અમને ઇન્ટિમસીનું બહુ મન હોય છે, પણ એમાં મજા નથી આવતી. અમે કૉન્ડોમ ન વાપરીએ તો અમારી ઇન્ટિમસી બહુ પેઇનફુલ હોય છે અને પેનિટ્રેશન વખતે તકલીફ થાય છે. ધારો કે તે મને અને હું તેમને ખુશ રાખવાના હેતુથી જેમ-તેમ આગળ વધતા રહીએ તો એ પછી પ્રાઇવેટ પાર્ટની આજુબાજુનો ભાગ સૂજીને લાલ થઈ જાય છે. પેઇન પણ થયા કરે અને બે-ત્રણ દિવસ સુધી લાલાશ પણ રહે છે. હા, કૉન્ડોમ વાપરીએ તો વાંધો નથી આવતો, પણ અમારે બાળકનું પ્લાનિંગ કરવું છે ત્યારે કૉન્ડોમ કેવી રીતે રાખી શકાય?  બોરીવલી

પહેલાં તો સમજવું જરૂરી છે કે શું એવું તો નથીને કે ઘણા વખત તમે મળતા હો એને લીધે હસબન્ડ ઉતાવળ કરતા હોય? પૂરતો ફોરપ્લે ન હોય તો પણ આવું થઈ શકે છે. 



સામાન્ય રીતે પુરુષને ઉત્તેજના જલદી આવી જાય છે, જ્યારે મહિલાઓ ધીમે-ધીમે ઉત્તેજિત થાય છે. સ્ત્રી ઉત્તેજિત થાય એટલે વજાઇનલ પાર્ટમાં લુબ્રિકન્ટ પેદા થાય, જેને લીધે પેનિટ્રેશન સરળ બને. લુબ્રિકેશનને કારણે ઘર્ષણ ટળે છે અને લાલાશ થવાની તેમ જ પીડાની સંભાવના ઘટી જાય છે. કૉન્ડોમમાં પણ લુબ્રિકેશન હોય છે, જેને કારણે તમને ઇન્ટિમેટ રિલેશનમાં તકલીફ નથી પડતી એવું પ્રાથમિક તબક્કે લાગે છે. તમે ફોરપ્લે વધારશો તો વજાઇનામાંથી નૅચરલ લુબ્રિકેશન પૂરતા પ્રમાણમાં થશે અને પીડાની સમસ્યા આપમેળે મટી જશે. વાત રહી ચાઇલ્ડ પ્લાનિંગની. કૉન્ડોમ સાથે પણ એ શક્ય છે. જરૂર છે થોડી કોઠાસૂઝની. કૉન્ડોમ જ ફાવતું હોય તો એ વાપરતા પહેલાં એનો આગળનો ભાગ કાપી નાખવો, જેથી સ્પર્મ કૉન્ડોમમાં ભરાઈ રહેવાને બદલે સીધું વજાઇનામાં જાય.


પિરિયડ્સ પછીના આઠથી પંદરમા દિવસ દરમ્યાન સેક્સ કરવામાં આવે તો પ્રેગ્નન્સીની શક્યતાઓ વધે છે એટલે એ સમયગાળા દરમ્યાન સહવાસ માણી શકો એવું આયોજન કરશો.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 05:30 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK