વૉટ્સએપ એપ્લિકેશન લાવી રહી છે નવું ફીચર, આ ફીચર થકી હવે તમે નંબર સેવ કર્યા વગર પણ ચૅટ કરી શકશો, તો જાણો આ ફીચર વિશે વધુ...
વૉટ્સએપ (ફાઈલ તસવીર)
WhatsApp ભારતમાં સૌથી લોકપ્રિય ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ્લિકેશનમાંની એક છે. કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે, જે વૉટ્સએપનો ઉપયોગ નહીં કરતી હોય. જો તમે પણ વૉટ્સએપનો ભરપૂર ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારી માટે છે. વૉટ્સએપ પર એક ખૂબ જ ઉપયોગી ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે. જણાવવાનું કે જો તમે વૉટ્સએપ પર કોઈ અજાણ્યા નંબર સાથે ચૅટ કરવા માગો છો, તો તમારે સૌથી પહેલા તેમનો નંબર તમારે કૉન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવો પડે છે. અને જો તમારે તે વ્યક્તિ સાથે થોડોક સમય માટે જ વાતચીત કરવાની છે, તો નંબર સેવ કરવા એ જોખમ ખેડવા જેવું કામ લાગે છે. પણ વૉટ્સએપે હવે નંબર સેવ કરવાની ચિંતા ખતમ કરી દીધી છે. વૉટ્સએપ પર બધા માટે આ એક ખૂબ જ કામનું ફીચર લૉન્ચ થયું છે.
વૉટ્સએપ પર અજાણ્યા નંબરને કૉન્ટેક્ટમાં સેવ કર્યા વગર ચૅટ કેવી રીતે કરવી?
વૉટ્સએપે એક નવું ફીચર જાહેર કર્યું છે, જે યૂઝર્સને અનનોન નંબરને પહેલા સેવ કર્યા વગર જ ચૅટ કરવાની પરવાનગી આપે છે. આ નવું ફીચર એન્ડ્રૉઈડ અને iOS બન્ને ડિવાઈસ પર ઉપલબ્ધ છે. આ એક સ્ટેબલ રિલીઝ છે, એટલે કે આ નવા ફીચરને યૂઝ કરવા માટે તમારે બીટા ટેસ્ટર હોવાની જરૂર નથી.
ADVERTISEMENT
નવું ફીચર યૂઝ કરવું ખૂબ જ સરળ, જુઓ સ્ટેપ્સ
નવા ફીચરને યૂઝ કરવા માટે, તમારે સૌથી પહેલા વૉટ્સએપ ઓપન કરવાનું રહેશે અને ન્યૂ ચૅટ ઑપ્શન પર ટૅપ કરવાનું રહેશે. ત્યાર બાદ, ટૉપ પર સર્ચ બૉક્સમાં અનનોન ફોન નંબર ટાઈપ કરવો અથવા ત્યાં પેસ્ટ કરવો. તમને ટેક્સ્ટ સાથે એક લોડિંગ આઈકન દેખાશે, "Looking outside your contacts..." જો નંબર યોગ્ય હશે તો વ્યક્તિ વૉટ્સએપનો ઉપયોગ કરે છે, તો તમારે તે નંબર સાથે જોડાયેલું નામ અને ચૅટ ઑપ્શન દેખાશે.
હવે ચૅટ ઑપ્શન પર ટૅપ કરતા જ, એક નવી ચૅટ વિન્ડો ઓપન થશે, જ્યાં તમે તે વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી શકો છો. વૉટ્સએપ નંબરને કૉન્ટેક્ટ તરીકે સેવ અને ઈનવાઈટ લિન્ક શૅર કરવાના ઑપ્શન પણ બતાવે છે. જો તમને આ નવું ફીચર નથી દેખાતું, તો તરત એન્ડ્રૉઈડ યૂઝર ગૂગલ પ્લે સ્ટોર અને iPhone યૂઝર પર એપ સ્ટોર પર જઈને વૉટ્સએપને અપડેટ કરો.
વૉટ્સએપ (WhatsApp) વેબ પર લૉગઈનની નવી રીત
જો તમે લેપટૉપ પર વૉટ્સએપનો ઉપયોગ કરો છો, તો તમારી માટે સારા સમાચાર છે. કંપની એવા યૂઝર્સ માટે લૉગઈન પ્રોસેસને સરળ બનાવી રહી છે. હવે તમે તમારો ફોન નંબર નોંધીને લૉગઈન કરી શકશો. હકીકતે, વૉટ્સએપ એન્ડ્રોઈડ પર બીટા ટેસ્ટર્સ માટે ફોન નંબરનો ઉપયોગ કરીને વૉટ્સએપ વેબ પર લૉગઈન કરવા માટે એક ફીચર રોલઆઉટ કરી રહ્યું છે. જણાવવાનું કે વર્તમાનમાં વૉટ્સએપના વેબ વર્ઝન પર લૉગઈન કરવા માટે યૂઝર્સે પોતાના સ્માર્ટફોનથી એક ક્યૂઆર કોડ સ્કૅન કરવાનો હોય છે.
બીટા ટેસ્ટર્સ માટે આવ્યું નવું ફીચર
સૌથી પહેલા આ ફીચરને એન્ડ્રોઈડ માટે વૉટ્સએપ બીટાના વર્ઝન 2.23.14 પર ફીચર ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoએ જોયું, નવું ફીચર ડિસ્પ્લેની ઉપરના જમણા ખૂણે થ્રી-ડૉટ મેનૂ પર ટૅપ કરીને અને Linked devices પર જઈને દેખાશે. જેવું તમે લિન્ક્ડ ડિવાઈસ પર ક્લિક કરશો તમારી આગામી સ્ક્રીન પર ક્યૂઆર કોડ સ્કેનરની બરાબર નીચે Link with phone number instead નામનું નવું ઑપ્શન દેખાશે.
QR કોડ સ્કેન કરવાની માથાકૂટ ખતમ
એન્ડ્રૉઈડ 2.23.14.18 અપડેટ માટે લેટેસ્ટ વૉટ્સએપ બીટા ઈન્સ્ટૉલ કર્યા બાદ, તમને પણ આ નવું ફીચર અનુભવવા માટે મળી શકે છે, જેનો ઉદ્દેશ્ય યૂઝર્સને પોતાના અકાઉન્ટને સરળતાથી એક એડિશનલ ડિવાઈસ સાથે લિન્ક કરવામાં મદદ કરવાનો છે. ખાસ તો, આ ફીચરને "Link with phone number" કહેવામાં આવી રહ્યો છે. આ ફીચર થકી, યૂઝર QR કોડને સ્કેન કર્યા વગર પોતાના અકાઉન્ટને WhatsApp Web સાથે લિન્ક કરી શકો છો. હંમેશની જેમ, આ નવું ઑપ્શન હાલ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે.

