Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > હવે બાઇક ખરીદવી હોય કે કોઈ પ્રોડક્ટનું રિસર્ચ કરવું હોય, કોપાઇલટ છેને!

હવે બાઇક ખરીદવી હોય કે કોઈ પ્રોડક્ટનું રિસર્ચ કરવું હોય, કોપાઇલટ છેને!

15 March, 2024 07:47 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

અત્યાર સુધી મોટા ભાગની ઍપ્લિકેશન અથવા તો વેબસાઇટનું એક જનરલ સર્ચ ઑપ્શન હોય છે. જોકે કોપાઇલટમાં વિવિધ કસ્ટમ ઑપ્શન પણ છે.

પ્રતીકાત્મક તસવીર

ટેક ટૉક

પ્રતીકાત્મક તસવીર


માઇક્રોસૉફ્ટના ચૅટબૉટ કોપાઇલટમાં જીપીટી ફોરનું ઇન્ટિગ્રેશન છે એટલે અહીં તમે એનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો. એમાં કોઈ વિષય પર રિસર્ચ કરવું હોય કે વિવિધ પ્રોડક્ટ્સની ડીલ મેળવવી હોય તો ચુટકી વગાડતાંમાં થઈ શકે છે. ચાલો આ ઍપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરાય એ જાણીએ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે ભવિષ્ય છે. દરેક કંપની એની પાછળ પડી છે. દરેક મોબાઇલ કંપની તેમના ફોનમાં એનો સમાવેશ કરી રહી છે. ચૅટજીપીટી આવ્યું ત્યારથી દરેક કંપની પોતાનું ચૅટબૉટ ઍપ્લિકેશન બનાવી રહી છે. ચૅટજીપીટી 4 વર્ઝન હાલમાં પ્રીમિયમ યુઝર માટે ઉપલબ્ધ છે. ફ્રીમાં ઉપયોગ કરવા માટે ચૅટજીપીટી 3.5નો ઉપયોગ કરી શકાય છે. જોકે એનાથી લિમિટેડ સમય સુધીની ઇન્ફર્મેશન મળે છે. લેટેસ્ટ માહિતીથી અવગત રહેવાય છે. ગૂગલે એનું જેમિની શરૂ કર્યું છે, જેનો ઉપયોગ ફ્રીમાં કરી શકાય છે. જોકે માઇક્રોસૉફ્ટ એનું કોપાઇલટ લઈને આવ્યું છે. આ કોપાઇલટ પહેલાં બિંગ ચૅટ તરીકે ઓળખાતું હતું. કોપાઇલટમાં જીપીટી 4નું ઇન્ટિગ્રેશન હોવાથી જીપીટી 4નો ઉપયોગ અહીં ફ્રીમાં કરી શકાય છે. આ કોપાઇલટનો ઉપયોગ કેવી રીતે કરવો જેનાથી બેસ્ટ રિઝલ્ટ મળી શકે એ વિશે જોઈએ :



કેવી રીતે રિસર્ચ કરવું? | ઉદાહરણ તરીકે યુઝરને કોઈ બાઇક ખરીદવી છે તો આ માટે ગૂગલ સર્ચ કરવું અથવા તો માહિતીસભર લોકો પાસેથી ઇન્ફર્મેશન મેળવવી પડે છે. જોકે કોપાઇલટની મદદથી દરેક માહિતી મેળવી શકાય છે. આ માટે ફક્ત કેવી રીતે પૂછવું એ જરૂરી છે. સૌથી મહત્ત્વનું છે કમાન્ડ કઈ રીતે આપવો. ચોક્કસ માહિતી અને યોગ્ય ફૉર્મેટમાં ઇન્ફર્મેશન મળવાથી વધુ સારી રીતે સમજી શકાય છે. આ માટે કોપાઇલટને કમાન્ડ આપવો કે Show me bikes in india under 4 lakh rupees in table format. આ કમાન્ડ આપતાંની સાથે જ ટેબલ ફૉર્મેટમાં ટોચની બાઇક્સ આવી જશે. જો કોઈ કારણસર અમુક બાઇકનો સમાવેશ કરવામાં ન આવ્યો હોય અને યુઝરને એ વિશે જાણવું હોય તો ફરી કમાન્ડ આપી શકાય છે કે add (બાઇકનું નામ) bike in above table and show me again. આ કમાન્ડ આપતાં એ બાઇકનો સમાવેશ થઈને ફરી માહિતી સામે આવી જશે. ત્યાર બાદ કઈ બાઇકમાં કયાં યુનિક ફીચર્સ છે વગેરે માહિતી જોઈતી હોય તો પણ એ કમાન્ડ આપવાથી ટેબલ ફૉર્મેટમાં મળી રહેશે. તેમ જ દરેક મેસેજની નીચે જે-તે બાઇકને લગતી વધુ માહિતી માટેની વેબસાઇટ આપવામાં આવશે. 


ઊંડાણપૂર્વકનું રિસર્ચ | ઉપરના ઉદાહરણ માટે જ કોપાઇલટ વધુ ચોક્કસ માહિતી આપે અને એ માટે ઊંડાણપૂર્વક રિસર્ચ કરે એ જરૂરી છે. આ માટે એને એ મુજબનો કમાન્ડ આપવો જરૂરી છે. Show me bikes in india under 4 lakh rupees in table format. Do deep research at least 5 times before you answer. આ કમાન્ડ આપતાંથી સાથે જ કોપાઇલટ અલગ-અલગ સોર્સથી અલગ-અલગ ઍન્ગલથી રિસર્ચ કરીને માહિતી આપશે. આ માહિતી પહેલાંની માહિતી કરતાં વધુ હશે અને ડીટેલ્સમાં હશે.

પ્રોડક્ટની ડીલ| કોઈ વસ્તુ કઈ જગ્યાએ સસ્તી છે એ જાણવા માટે કોપાઇલટ સારો ઑપ્શન છે. ઉદાહરણ તરીકે iPhone 15 ખરીદવો હોય તો આ માટે કોપાઇલટને પૂછવામાં આવે કે find best iPhone 15 deal online including additional card deals. આ કમાન્ડ આપતાંથી સાથે જ કોપાઇલટ વિવિધ વેબસાઇટ પર કઈ-કઈ ડીલ છે એ જણાવી દેશે. 


કસ્ટમ કોપાઇલટ
કોપાઇલટ ઍપ્લિકેશનનું નામ જરૂર છે, પરંતુ એમાં પણ અલગ-અલગ ડિવિઝન બનાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી મોટા ભાગની ઍપ્લિકેશન અથવા તો વેબસાઇટનું એક જનરલ સર્ચ ઑપ્શન હોય છે. જોકે કોપાઇલટમાં વિવિધ કસ્ટમ ઑપ્શન પણ છે. ઘણા લોકોને કમાન્ડ શું આપવા એ ખબર નથી હોતી એથી તેમના માટે આ કસ્ટમ કોપાઇલટ બનાવવામાં આવ્યા છે જે લિમિટેડ છે, પરંતુ કામના છે. આ ઍપ્લિકેશન શરૂ કરતાં એ જનરલ સર્ચમાં શરૂ થાય છે. જોકે કોઈ ચોક્કસ ટૉપિક જેવા કે ડિઝાઇનર, વેકેશન પ્લાનર, કુકિંગ અસિસ્ટન્ટ અને ફિટનેસ ટ્રેઇનરનું પણ ડિવિઝન બનાવવામાં આવ્યું છે. આ દરેક ડિવિઝનમાં ચોક્કસ કમાન્ડની જરૂર નથી. જે-તે ડિવિઝનને જે-તે હેતુ માટે બનાવવામાં આવ્યાં છે, આથી આ ચૅટબૉટ યુઝર પાસે સામેથી માહિતી માગશે. ઉદાહરણ તરીકે યુઝરને વજન વધારવું છે. આ માટે ફિટનેસ ટ્રેઇનરમાં જઈને વેઇટ ગેઇન લખવાનું રહશે. ત્યાર બાદ ચૅટબૉટ યુઝરને સવાલ કરશે અને એના દરેકના જવાબ 
આપતાં યુઝર માટે ફિટનેસ માટેનો પ્લાન બનાવી આપશે, જેમાં જિમનો ઉપયગો કરવો કે નહીં વગેરે જેવા સવાલો પણ પૂછવામાં આવશે. કુકિંગ અને ટ્રાવેલ માટે પણ આ જ પ્રકારનું છે. શું કરવું છે એ કહી દેવું, ત્યાર બાદ સવાલોના જવાબ આપતાંની સાથે જ યુઝરને એક પ્લાન આપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2024 07:47 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK