આઇફોનનું લાખેણું કવર
હવે હાજર છે આઇફોનને રાખવા માટેનો ફૅન્સી જેમસ્ટોન સ્ટડેડ કેસ. ધ નૅચરલ સૅફાયર કંપનીએ બનાવેલો આ કેસ ૧૮ કૅરેટ વાઇટ ગોલ્ડનો છે અને એના પર સૅફાયર એટલે કે પુખરાજ જડવામાં આવ્યા છે. સૅફાયરનું ટોટલ વજન ૧૬૯.૮ કૅરેટ છે. ડિઝાઇનરે ઍપલનો લોગો બનાવવા માટે ૨.૨૮ કૅરેટ વજનના ૩૮ માણેક વાપર્યા છે. રુબીના બનેલા ઍપલના લોગોમાં પાન માટે ગ્રીન માર્કી-કટ સૅફાયર લગાવ્યો છે.
કિંમત : આશરે ૫૪,૦૦,૦૦૦ રૂપિયા