Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ગૂગલ મૅપ્સને વધુ સરળ, ઉપયોગી અને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવશો?

ગૂગલ મૅપ્સને વધુ સરળ, ઉપયોગી અને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવશો?

10 June, 2022 10:32 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

કેટલાંક એક્સટેન્શન અને વેબસાઇટની મદદથી ગૂગલનો ઉપયોગ યુઝર વધુ એક્સ્ટ્રીમ રીતે કરી શકે છે. જોકે આ ટ્રિક મોબાઇલ ઍપ્લિકેશન માટે નથી

ગૂગલ મૅપ્સને વધુ સરળ, ઉપયોગી અને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવશો?

ટેક ટૉક

ગૂગલ મૅપ્સને વધુ સરળ, ઉપયોગી અને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવશો?


ગૂગલ મૅપ્સ જેટલું યુઝર માટે ઉપયોગી છે એટલું જ થોડું વિચિત્ર પણ છે. ગૂગલ મૅપ્સ શરૂ કરતાંની સાથે જ એમાં ઘણી બિનજરૂરી વસ્તુઓ જોવા મળે છે. આ બિનજરૂરી વસ્તુઓને કારણે એમાં ઘણી તકલીફ પડે છે. ગૂગલ મૅપ્સમાં ઘર, હોટેલ, રેસ્ટોરાં અને કૅફેની સાથે હૉસ્પિટલથી લઈને દિમાગમાં જેટલી વસ્તુઓ હોય એ તમામ જોવા મળે છે. ગૂગલ મૅપ્સનો ઉપયોગ હવે ફક્ત રસ્તો શોધવા પૂરતો નથી થતો. જોકે હવે ગૂગલ મૅપ્સને વધુ સરળ બનાવવા માટે કેટલીક વેબસાઇટ અને એક્સટેન્શનનો ઉપયોગ કરી શકાય છે.
રાઉટોરા (ક્રોમ) | રાઉટોરાનો ઉપયોગ ગૂગલ ક્રોમમાં કરી શકાય છે. આ એક્સ્ટેન્શનનો ઉપયોગ સૌથી શૉર્ટ અને સારો રસ્તો શોધવા માટે કરી શકાય છે. ગૂગલમાં એકસાથે ઘણી ડેસ્ટિનેશનનો સમાવેશ કરી શકાય છે અને ત્યાર બાદ એને મૅન્યુઅલી અરેન્જ કરવું પડે છે. જોકે રાઉટોરા આ કામ ઑટોમૅટિક કરે છે. આ માટે ક્રોમમાં પહેલાં આ એક્સ્ટેન્શન ઍડ કરવું જરૂરી છે. ત્યાર બાદ ગૂગલ મૅપ્સ ઓપન કરીને જે ડેસ્ટિનેશનથી શરૂઆત કરવાના હોય એ પસંદ કરવું. ત્યાર બાદ જેટલાં પણ ડેસ્ટિ્નેશન ઍડ કરવાં હોય એ કરવું અને ત્યાર બાદ રાઉટોરા એક્સ્ટેન્શન પર ક્લિક કરવું. આ એક્સ્ટેન્શન તમામ લોકેશનને ઍનેલાઇઝ કરશે અને યુઝર માટે કયો રૂટ સારો એ શોધીને આપશે જેનાથી પૈસા અને સમય બન્ને બચી શકે.જોકે આ ડિરેક્શન ફક્ત કાર ડ્રાઇવ મોડ માટે જ થાય છે. ચાલતા જવા માટે કે પછી ટ્રેન મોડ માટે એ ઉપયોગમાં નથી લઈ શકાતું.
ટૉપ-રેટેડ.ઑનલાઇન (વેબ) | Top-rated.online કોઈ પણ શહેરના બેસ્ટ બાર્સ, પબ્સ, બિચીઝ, કાફેસ, ફિટનેસ, ક્લબ્સ, હૉસ્પિટલ્સ, હોટેલ્સ, હૉસ્ટેલ્સ, જ્વેલર્સ, મ્યુઝિયમ અને લૅન્ડમાર્કની સાથે ટૂરિસ્ટ અટ્રૅક્શન જેવી વિવિધ વસ્તુઓ જેના રિવ્યુ સૌથી સારા હોય એ યુઝર સમક્ષ લાવી દેશે. આ તમામ ટૉપ રેટેડ લોકેશનના રિવ્યુ ગૂગલ મૅપ્સ પરથી જ શોધવામાં આવશે ગૂગલ મૅપ્સ પર જેના રિવ્યુ સૌથી વધુ સારા એને ટૉપ પર દેખાડવામાં આવશે. આ સાથે જ એમાં હિડન જેમ્સ અને સૌથી ખરાબ રિવ્યુનું પણ સેક્શન છે. આ લિસ્ટમાંથી જે પણ નામ ઉપર આવે એને ડાયરેકટ ગૂગલ મૅપમાં ખોલી શકાય છે. તેમ જ જે-તે નામની સાથે જો એના ઓનર દ્વારા શૉર્ટ ડિસ્ક્રિૅપ્શન આપ્યું હોય તો એ પણ આપવામાં આવે છે.
પ્યૉર મૅપ્સ (ક્રોમ) | ગૂગલ મૅપ્સને ઓપન કરતાંની સાથે જ ત્યાં એક સંપૂર્ણ ખીચડો જોવા મળે છે. એ ખીચડોથી દૂર થવા માટે પ્યૉર મૅપ્સ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરી શકાય છે. આ એક્સ્ટેન્શનની મદદથી જરૂર હોય એટલી જ માહિતી જોઈ શકાય છે. આ માટે ગૂગલ ક્રોમ ઓપન કરીને એમાં એક્સ્ટેન્શન ઓપન કરતાં એમાં કઈ-કઈ માહિતીને હાઇડ કરવી એ દેખાડવામાં આવે છે. હાલપૂરતા આ એક્સ્ટેન્શનમાં સર્ચ કાર્ડ, યુઝર ઇન્ફર્મેશન, મિનિમૅપ, ઑપ્શન્સ, સ્કેલ, ગૂગલ લોગો, પ્રિંવ્યુ બૉક્સ અને વિજેટ પેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઑપ્શનને મૅપ્સમાં જોવા કે ન જોવા એ યુઝર પોતે નક્કી કરી શકે છે. મોટા ભાગે યુઝર્સ માટે ફક્ત સર્ચ કાર્ડ જ જરૂરી હોય છે અને એ સિવાયના તમામ ઑપ્શનને હાઇડ કરી દેતાં ગૂગલ મૅપ્સ એકદમ ક્લિયર અને સાફ સુથરા જોવા મળશે.
રૉકેટ મૅપ (ક્રોમ) | રૉકેટ મૅપ એક એક્સ્ટેન્શન છે. આ એક્સ્ટેન્શનો ઉપયોગ મૅપ જોવા માટે કરવામાં આવે છે. યુઝર વિકિપીડિયા અથવા તો કોઈ ન્યુઝ વેબસાઇટ પર ન્યુ વાંચી રહ્યો હોય અને એમાં જિયોલોકેશનની વાત કરવામાં આવી હોય છે. આ લોકેશન ક્યાંનું છે એ જાણવા માટે યુઝરે અન્ય વિન્ડો ઓપન કરવી પડે છે. જોકે રૉકેટ મૅપ નાખ્યું હોય તો એક વિજેટ દ્વારા જે-તે પેજ પર જ એક વિન્ડો ઓપન થાય છે. આથી યુઝર જ્યારે કોઈ માહિતી કે ન્યુઝ જોઈ રહ્યો હોય ત્યારે જ એ લોકશન પણ જોઈ શકે છે અને એ ક્યાં આવ્યું છે અને એની આસાપાસ શું છે એ પણ જાણી શકે છે.
ઇઝેડ મૅપ્સ અને સ્નૅઝી મૅપ્સ (વેબ) | 
આજકાલ ઘણી ન્યુઝ વેબસાઇટ પર ટ્વિટર અથવા તો ઇન્સ્ટાગ્રામની પોસ્ટ જોવા મળે છે. આ પોસ્ટને એમ્બેડ કરી હોય છે. ગૂગલ મૅપ્સને પણ એમ્બેડ કરવા માટે EZ maps અને Snazzy mapsનો ઉપયોગ કરવામાં આવે છે. EZ mapsની મદદથી લોકેશનને માર્ક કરી શકાય છે અને એ તમારી વેબસાઇટ પર કેવી દેખાશે એ પ્રમાણે નક્કી કરીને એના કોડને કૉપી કરી વેબસાઇટ પર એમ્બેડ કરી શકાય છે.
Snazzy mapsમાં પણ સેમ છે. જોકે એમાં થોડા ઍડ્વાન્સ ફીચર્સ છે. આમાં સૌથી પહેલાં પિક્સેલને પસંદ કરીને સ્ક્રીન વિડ્થ પસંદ કરવાની રહે છે. ત્યાર બાદ રોડ, ટેરેન અથવા તો સૅટેલાઇટ કયો મૅપ જોઈએ એ નક્કી કરી લેવું. ત્યાર બાદ ઝૂમ લેવલ નક્કી કરવું. ત્યાર બાદ તમારે જે-તે ઍડ્રેસ પર ડ્રૉપ પિન મૂકી શકાય છે. તેમ જ યુઝર આ મૅપને કેવી રીતે જોશે એ પણ નક્કી કરી શકાય છે જેમ કે સ્ક્રોલ, ઝૂમ અથવા તો સ્ટ્રીટ વ્યુ જેવા ઑપ્શનને પસંદ કરી શકાય છે. ફાઇનલ પ્રોડક્ટ નક્કી થઈ ગયા બાદ એ કોડને કૉપી કરીને એને પોતાની વેબસાઇટ પર મૂકી શકાય છે. જોકે Snazzy mapsનો એક અલગ ફાયદો છે. આ મૅપ્સથી એમાં થીમ પણ મૂકી શકાય છે. ફેવરિટ ટીવી-શો અથવા તો ગેમ જેવું લુક પણ આપી શકાય છે. રોડ, લૅન્ડમાર્ક અને ટેરેન્સનો કલર પણ બદલી શકાય છે.

 ગૂગલ મૅપ્સમાં ઘર, હોટેલ, રેસ્ટોરાં અને કૅફેની સાથે હૉસ્પિટલથી લઈને દિમાગમાં જેટલી વસ્તુઓ હોય એ તમામ જોવા મળે છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2022 10:32 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK