ગૅજેટ્સને ચાર્જ કરતી બૅગ
લૅપટૉપ અને મોબાઇલ રાખવાની આ બૅગ વૉટરપ્રૂફ છે અને એમાં પૉકેટ્સને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે એમાં ગૅજેટ્સ સારી રીતે મૂકી શકાય. વધુમાં આ બૅગનો આકાર પણ બદલાવી શકાય છે. એટલે કે શૉલ્ડર બૅગ, બૅકપૅક કે પછી સૂટકેસ. બૅગને બ્લુટૂથ મારફતે સ્માર્ટ ફોન સાથે પેર પણ કરી શકાય છે. આ બૅગનો બીજો એક ફાયદો એ છે કે જો તમે કોઈ જગ્યાએ તમારી બૅગ ભૂલી જશો તો એની સાથે કનેક્ટ કરેલા તમારો ફોન તમને બૅગ વિશે યાદ અપાવશે.
વધુ વિગતો માટે www.kickstarter.com પર ચેક કરો.