ઘણી વાર લાંબા સમય સુધી વાળ ન ધોયા હોય અથવા એમાં ગંદકી જમા થઈ હોય તો સ્કૅલ્પથી વાળની મૂવમેન્ટ થાય તો દુખાવો થાય છે. આ પ્રકારના દુખાવાનાં કારણો તથા આવું થાય તો શું કરવું જોઈએ એ વિશે નિષ્ણાતોનો મત જાણીએ
તમને પણ વાળમાં દુખાવો થાય છે?
ઘણી વાર લાંબા સમય સુધી વાળ ન ધોયા હોય અથવા એમાં ગંદકી જમા થઈ હોય તો સ્કૅલ્પથી વાળની મૂવમેન્ટ થાય તો દુખાવો થાય છે. આ પ્રકારના દુખાવાનાં કારણો તથા આવું થાય તો શું કરવું જોઈએ એ વિશે નિષ્ણાતોનો મત જાણીએ
‘આજે મને વાળ બહુ દુખે છે.’ સાંભળવામાં આ વાક્ય બહુ વિચિત્ર લાગતું હોવાથી કોઈ આ બાબતને સિરિયસલી લેતુ નથી. જો કોઈ આવું બોલે તો તેની વાતને ગણકારવામાં આવતી નથી. જોકે હકીકત એ છે કે આ કોઈ વિચિત્ર વાત નથી. સ્કૅલ્પમાં જ્યારે ઇરિટેશન થાય ત્યારે એની અસર વાળ પર પણ થતી હોય છે અને એ સમયે જો વાળમાં હાથ ફેરવીએ તો એવું ફીલ થાય છે જાણે આપણા વાળ દુખે છે. સ્કૅલ્પનો દુખાવો થવો કૉમન છે. એમાં કંઈ ડરવા જેવું નથી, પણ આવું થવાનાં ઘણાં કારણો છે.
એક જાણીતા ડૉક્ટરે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આ મામલે ઘણી રસપ્રદ માહિતી આપી હતી. એમાં તેમણે કહ્યું હતું કે સ્કૅલ્પ અને વાળના દુખાવા માટે ઘણાં પરિબળો જવાબદાર હોઈ શકે છે. ઘણી વાર લાંબા સમયથી વાળ ન ધોયા હોવાથી એમાં ધૂળ અને ગંદકી લાગે છે અને સ્કૅલ્પમાંથી નૅચરલ ઑઇલ (સીબમ) પ્રોડ્યુસ થાય છે.
ADVERTISEMENT
નિયમિત હેરવૉશ ન થાય તો?
વાળને નિયમિત ધોવામાં ન આવે તો મલાસેજિયા નામના નૅચરલ યીસ્ટનો ગ્રોથ થાય તો પણ ઘણી વાર એવું ફીલ થાય છે જાણે વાળ દુખે છે. આ યીસ્ટ માઇક્રોબાયોમ (સૂક્ષ્મ જીવનો સમુદાય)ના રૂપમાં સ્કૅલ્પની સર્ફેસમાં હાજર હોય જ છે, પણ નિયમિત વાળ ન ધોવામાં આવે તો એનો ગ્રોથ વધે છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો સમસ્યા વકરી શકે છે. એનો ઓવરગ્રોથ થવાથી સ્કૅલ્પ પર પસ ભરાવાની સંભાવનાઓ વધે છે. સ્કિન હાઇપર સેન્સિટિવ બની જવાની સાથે સ્વેલિંગ અને ખંજવાળ પણ સ્કૅલ્પની ડિસકમ્ફર્ટનું કારણ બને છે. સ્કૅલ્પની અંદર ન્યુરૉન્સની સંખ્યા સૌથી વધુ હોવાથી ઘણી વાર બળતરા પણ થાય છે એવું ડૉક્ટરો જણાવે છે.
બીજાં પરિબળો પણ જવાબદાર
ફક્ત હેરવૉશ જ નહીં લાંબા સમય સુધી એક જેવી જ રાખેલી હેવી હેરસ્ટાઇલ તથા વારંવાર વાળમાં હાથ ફેરવવાની આદતને કારણે પણ સ્કૅલ્પમાં ડિસકમ્ફર્ટ થાય છે એટલું જ નહીં, હેરકૅર અને હેરસ્ટાઇલ માટે વપરાતી હેર પ્રોડક્ટ્સમાં કેમિકલ કેટલા પ્રમાણમાં છે તથા સ્કૅલ્પની હેલ્થ કેવી છે એ પણ જાણવું મહત્ત્વું છે. ઘણી વાર તનાવને કારણે પણ સ્કૅલ્પની સૉફ્ટનેસ પર અસર થાય છે અને ઇન્સેન્સિટિવિટી વધી જાય છે.
હેરવૉશ જ અલ્ટિમેટ સૉલ્યુશન?
સ્કૅલ્પના દુખાવાની સમસ્યા દૂર કરવાનો એકમાત્ર ઇલાજ હેરવૉશ જ છે? એવો સવાલ ઉદ્ભવતો હશે ત્યારે ડૉક્ટર્સ આ મામલે જણાવે છે કે સ્કૅલ્પ અને હેરટાઇપના હિસાબે યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરીને નિયમિત હેરવૉશ કરવો હેર-હેલ્થને સારી રાખવાનો મૂળભૂત સિદ્ધાંત છે. ઘણી વાર લોકો અઠવાડિયામાં ત્રણ વાર હેરવૉશ કરે છે તો કોઈ એક વાર કરે છે. જો કોઈનું સ્કૅલ્પ ઑઇલી હોય તો તેણે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર હેરવૉશ કરવો જોઈએ અને જો ડ્રાય હોય તે બે વાર કરે તો પણ ચાલે, પણ શૅમ્પૂની સાથે વાળને સૉફ્ટ અને પોષણયુક્ત બનાવવા હોય તો કન્ડિશનર કે સિરમનો ઉપયોગ કરવાનું ભૂલવું ન જોઈએ.

