પૉર્નોગ્રાફી તમે મજા માટે જોતા હો, આનંદ ખાતર કે ક્યુરિયોસિટી સાથે જોતા હો તો એમાં કશું ખોટું નથી પણ જો તમારો મૂડ ખરાબ હોય, તમે અપસેટ હો અને તમે એ જોવા તરફ આગળ વધો તો એનું પરિણામ ખરાબ આવી શકે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
પૉર્નોગ્રાફી આજકાલ બહુ સરળતાથી અવેલેબલ છે એવા સમયે દર ત્રીજી કે ચોથી વ્યક્તિને ઇચ્છા-અનિચ્છાએ પણ દિવસમાં બેથી ચાર વાર પૉર્ન કન્ટેન્ટ સોશ્યલ મીડિયા પર ભટકાઈ જાય છે અને એ આવી જાય, જોવાઈ જાય તો એમાં કશું ખોટું નથી એટલે એવું માનવું નહીં કે તમે ભૂલ કરો છો કે પાપ કરો છો, પણ અહીં એક વાત સમજવાની જરૂર છે. આપણે ભલે ‘દવા-દારૂ’ સાથે બોલીએ પણ મેડિકલ એક્સપર્ટ્સનું સૂચન હોય છે કે દવા અને દારૂ ક્યારેય સાથે નહીં લેવાનાં. એવું જ આ પૉર્નોગ્રાફીનું છે.
પૉર્નોગ્રાફી તમે મજા માટે જોતા હો, આનંદ ખાતર કે ક્યુરિયોસિટી સાથે જોતા હો તો એમાં કશું ખોટું નથી પણ જો તમારો મૂડ ખરાબ હોય, તમે અપસેટ હો અને તમે એ જોવા તરફ આગળ વધો તો એનું પરિણામ ખરાબ આવી શકે છે. અપસેટ મૂડ સાથે રેકૉર્ડ થયેલી આવી કન્ટેન્ટ જોવાથી મૂડ કે વિચારો થોડી વાર માટે બીજી દિશામાં ડાઇવર્ટ થઈ જાય છે, જેનું કારણ છે મગજમાં રિલીઝ થતું ડોપમીન. એટલે કે હૅપી હૉર્મોન. પણ આ જે હૅપી હૉર્મોન છે એ ડ્રગ્સ જેવું હોય છે. જેવી એની અસર કે તીવ્રતા ઓછી થશે કે તરત જ તમારા મૂડનું લેવલ નીચું આવવાનું શરૂ થઈ જશે અને ફરી તમને પેલી પૉર્નોગ્રાફીની દુનિયામાં આગળ વધવાનું મન થશે.
ADVERTISEMENT
ડ્રગ્સ કે લિકર જેમ વ્યસન છે એવી જ રીતે ખરાબ મૂડ સાથે આ પ્રકારની કન્ટેન્ટ જોવી એ પણ એક પ્રકારનું વ્યસન જ છે. આ વ્યસન એ સ્તર પર હાવી થઈ શકે કે દિવસ દરમ્યાન પણ તમારા મનમાં સતત એના જ વિચારો રહ્યા કરે અને હાઇપર લેવલ પર પહોંચ્યા પછી દિવસ દરમ્યાન વ્યક્તિના મનમાં સતત સેક્સના વિચારો જ ફર્યા કરે. ઑફિસ અને ઘરથી માંડીને ટ્રાવેલિંગ દરમ્યાન પણ આ વિચારો મનમાં ઘૂમરાયા કરે. એક તબક્કો એવો આવી જાય કે વ્યક્તિને સાઇકિયાટ્રિસ્ટ સુધ્ધાંની જરૂર પડે અને આ વિષય એવો છે કે તે સાઇકિયાટ્રિસ્ટ પાસે જવામાં પણ શરમાય.
મજા ખાતર પૉર્ન જોવામાં કોઈ વાંધો નથી. વ્યક્તિને જો પોતાનો પાર્ટનર હોય અને તે પોતાના પાર્ટનર સાથે એ શૅર કરે એ તો સાઇકોલૉજિકલી બહુ હેલ્ધી વાત છે પણ ખાનગીમાં એ રસ્તે ચાલવું એ હાથે કરીને ખાડામાં પડવા જેવો ઘાટ સર્જી શકે છે. એટલે એક વાત દૃઢતા સાથે યાદ રાખવી. દવા સાથે દારૂ નહીં અને અપસેટ મૂડ સાથે એ પ્રકારની કન્ટેન્ટ નહીં.


