ઉત્કૃષ્ટ સારવાર, નવીનતા અને કરુણાપૂર્ણ સંભાળની સંપૂર્ણ ખાતરી
હીરા મોંગી નવનીત હૉસ્પિટલ
૨૦ વર્ષથી વધુના સમૃદ્ધ વારસા સાથે મુલુંડમાં શ્રી પ્રગતિ ફાઉન્ડેશનની હીરા મોંગી નવનીત હૉસ્પિટલ વૈશ્વિક આરોગ્ય સંભાળમાં અવ્વલ બની ગઈ છે, જે દર્દીઓની સંભાળમાં નવીનતાને પ્રાધાન્ય આપવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ કરી રહી છે. ૧૨૧ બેડ ધરાવતી મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ તરીકે સતત વિકાસ કરવાની સાથે જ કરુણાપૂર્ણ આંતરરાષ્ટ્રીય દરજ્જાની સારવાર સુનિશ્ચિત કરી રહી છે.
આરોગ્ય સંભાળમાં નવીનતાને આગળ ધપાવતી વૈશ્વિક પ્રતિક્રિયાઓ
ADVERTISEMENT
હીરા મોંગી નવનીત હૉસ્પિટલે રાષ્ટ્રીય સીમાઓથી આગળ એનો વિસ્તાર કર્યો છે, ભારતમાં અત્યાધુનિક અને ઉચ્ચ સ્તરની તબીબી પ્રગતિ લાવવા માટે વૈશ્વિક આરોગ્ય સંભાળના લીડર્સ સાથે તેમણે સહયોગ કર્યો છે. આ સહયોગથી નવી સારવાર પદ્ધતિઓ, અદ્યતન ટેક્નૉલૉજી અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓનો પરિચય થયો છે, જે શ્રેષ્ઠતા પ્રત્યેની આ હૉસ્પિટલની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
એક અવૉર્ડ વિનિંગ હૉસ્પિટલ
શ્રી પ્રગતિ ફાઉન્ડેશનની હીરા મોંગી નવનીત હૉસ્પિટલને આરોગ્ય સંભાળમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક વાર અવૉર્ડ્સ મળ્યા છે, જેમાં સમાવેશ થાય છે ઃ
ટાઇમ્સ હેલ્થકૅર લીડર્સ અવૉર્ડ – મલ્ટિ ડિસિપ્લિનરી કૅરમાં શ્રેષ્ઠતા માટે
તબીબી સંભાળમાં ઉત્કૃષ્ટ CSR પ્રૅક્ટિસ માટે
ટાઇમ્સ હેલ્થ સર્વેમાં મુંબઈની ટોચની ૨૦
મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલોમાં સ્થાન મેળવ્યું
ક્રિટિકલ કૅર માટે મધ્ય ઉપનગરોમાં ટોચની
મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ
આ પ્રશંસા અને અવૉર્ડ્સ ગુણવત્તા, નવીનતા અને પેશન્ટ-ફર્સ્ટ અભિગમમાં હૉસ્પિટલના નેતૃત્વની પુષ્ટિ આપે છે.
દરદીઓ અમારા પર શા માટે વિશ્વાસ કરે – પરવડી શકે એવી કાર્યક્ષમ અને કરુણાપૂર્ણ સંભાળ
શ્રી પ્રગતિ ફાઉન્ડેશનની હીરા મોંગી નવનીત હૉસ્પિટલના દર્દીઓ ટૂંકા ગાળાના હૉસ્પિટલ રોકાણમાં જ કૉસ્ટ-ઇફેક્ટિવ સારવાર અને ઉચ્ચ રિકવરી દરનો અનુભવ કરે છે, જેને માટે અમે આભારી છીએ ઃ
પેશન્ટ કૅરમાં કાર્યરત ૨૦૦થી વધુ નિષ્ણાતો અને સુપર-સ્પેશ્યલિસ્ટ્સની ટીમ
અત્યાધુનિક ICU, મૉડ્યુલર ઑપરેશન થિયેટર અને ૨૪X૭ ઇમર્જન્સી સર્વિસ
ચોક્કસ અને સમયસર સારવાર માટે અદ્યતન નિદાન
સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કૅન્સર કૅર પ્રોગ્રામ
મજબૂત ચૅરિટેબલ મિશન સાથે પરવડી શકે એવી આરોગ્ય સંભાળ
મુલુંડમાં એકમાત્ર સંપૂર્ણપણે NABH-માન્યતાપ્રાપ્ત ચૅરિટેબલ હૉસ્પિટલ તરીકે આ સંસ્થા સમાજના તમામ વર્ગોને સુલભ અને ઉચ્ચ ગુણવત્તાવાળી તબીબી સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત છે.
કોઈ પણ મુશ્કેલી વિનાની સુલભ આરોગ્ય સંભાળ – કૅશલેસ અને TPA એમપૅનલમેન્ટ
નાણાકીય પડકારોનો સામનો કરી રહેલા દરદીઓને સમજીને, શ્રી પ્રગતિ ફાઉન્ડેશનની હીરા મોંગી નવનીત હૉસ્પિટલ અગ્રણી થર્ડ પાર્ટી એમપૅનલમેન્ટ (TPA) અને વીમા કંપનીઓ સાથે પૅનલમાં છે, જે કોઈ મુશ્કેલી વિના કૅશલેસ સારવાર સુવિધા સુનિશ્ચિત કરે છે. દરદીઓ પેપરવર્ક કે પેમેન્ટની ચિંતા કર્યા વિના તેમના સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ વધુ સુલભ અને તાણમુક્ત બને છે.
દરેક ગંભીર જરૂરિયાત માટે તૈયાર - ૨૪X૭ ઇમર્જન્સી કૅર અને ઍડ્વાન્સ્ડ ICU
ઇમર્જન્સી વિભાગ - મેડિકલ ઇમર્જન્સીમાં તાત્કાલિક, નિષ્ણાત હસ્તક્ષેપની જરૂર હોય છે અને અમારો ૨૪X૭ ઇમર્જન્સી કૅર અને ઍડ્વાન્સ્ડ ICU ધરાવતો ઇમર્જન્સી વિભાગ દરદીઓને ઝડપી, લાઇફ સેવિંગ સારવાર મળે એ સુનિશ્ચિત કરે છે. મૂળભૂત અને અદ્યતન લાઇફ સપોર્ટ ઍમ્બ્યુલન્સથી સજ્જ, અમારી પ્રશિક્ષિત ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ ટ્રૉમા, કાર્ડિઍક અરેસ્ટ, સ્ટ્રોક, અકસ્માતો અને અન્ય ગંભીર પરિસ્થિતિઓને સંભાળવા માટે સજ્જ રહે છે.
અત્યાધુનિક ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) –
અમારું કેન્દ્રીય રીતે સંપૂર્ણ દેખરેખ હેઠળ અને અદ્યતન રીતે સજ્જ ICU ૨૪ કલાક ગંભીર સંભાળ પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અમે મોટી સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ અને જીવલેણ પરિસ્થિતિ ધરાવતા દરદીઓ માટે ચેપમુક્ત, ઉચ્ચ ગુણવત્તાવાળી ક્રિટિકલ કૅર સુનિશ્ચિત કરીએ છીએ.
તમારું સ્વાસ્થ્ય, અમારી પ્રાથમિકતા
SPFની હીરા મોંગી નવનીત હૉસ્પિટલ વૈશ્વિક નવીનતાઓ, કરુણાપૂર્ણ સંભાળ અને પરવડે એવી કિંમતોને એકીકૃત કરીને આરોગ્ય સંભાળને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. તમને નિયમિત ચેકઅપ, વિશેષ સારવાર કે પછી ઇમર્જન્સી સેવાઓની જરૂર હોય, વ્યક્તિગત સેવા સાથે વિશ્વ કક્ષાની સંભાળ માટે અમારા પર વિશ્વાસ કરો.


