Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દવા વિના ખરાબ કૉલેસ્ટરોલ ઘટી શકે?

દવા વિના ખરાબ કૉલેસ્ટરોલ ઘટી શકે?

Published : 13 July, 2026 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિયમિત કસરત, ફાઇબરયુક્ત ખોરાક અને હેલ્ધી ફૅટ્સનો આહારમાં સમાવેશ કરવાથી શક્ય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અનિયમિત જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે હાઈ કૉલેસ્ટરોલની સમસ્યા સામાન્ય બની ગઈ છે. શરીરમાં વધતું બૅડ કૉલેસ્ટરોલ એટલે કે લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) હૃદયરોગના જોખમને અનેકગણું વધારી દે છે. જોકે ડૉક્ટરો માત્ર દવાઓ પર નિર્ભર રહેવાને બદલે રોજિંદી આદતોમાં થોડા ફેરફારો કરીને કુદરતી રીતે બૅડ કૉલેસ્ટરોલને નિયંત્રિત કરે એ શક્ય છે.

જીવનશૈલી બદલવા છતાં કૉલેસ્ટરોલ સતત ઊંચું રહે અથવા દરદીને ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, સ્થૂળતા કે પરિવારમાં હૃદયરોગનો ઇતિહાસ હોય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ શરૂ કરવી અનિવાર્ય બને છે.  



હાઈ કૉલેસ્ટરોલ શરીર માટે કેમ છે જોખમી?


શરીરમાં જ્યારે LDL કૉલેસ્ટરોલનું પ્રમાણ લાંબા સમય સુધી ઊંચું રહે છે ત્યારે એ ધમનીઓની દીવાલોમાં જમા થવા લાગે છે, જેને કારણે લોહીનું વહન કરતી નળીઓ સાંકડી અને કડક બની જાય છે. પરિણામે હૃદય અને મગજ સુધી ઑક્સિજનયુક્ત લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. જો આ જમા થયેલો કચરો ક્યારેક ફાટી જાય તો લોહી ગંઠાઈ જવાથી અચાનક હાર્ટ-અટૅક કે સ્ટ્રોક આવી શકે છે. ચિંતાની વાત એ છે કે આ નુકસાન વર્ષો સુધી શરીરમાં શાંતિથી વધતું રહે છે અને એનાં લક્ષણો સીધાં ગંભીર સ્થિતિમાં જ સામે આવે છે. જો દવાઓ લેવાની જરૂર પડે તો પણ આ હેલ્ધી આદતો દવાઓની અસરકારકતા બમણી કરી દે છે.

આ ત્રણ બદલાવો કરો


૧. રોજિંદા આહારમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધારો. ઓટ્સ, મસૂર, કઠોળ અને ચણા એના ઉત્તમ સ્રોત છે. નિયમિત કઠોળ ખાવાથી અન્ય કોઈ આહારપરિવર્તન વગર પણ કૉલેસ્ટરોલમાં પાંચ ટકા સુધીનો ઘટાડો થાય છે. સોયાબીન, તોફુ, મસૂર અને અન્ય કઠોળ જેવાં વનસ્પતિજન્ય પ્રોટીન આહારમાં લેવાથી ફાયદો થાય છે, કારણ કે પ્લાન્ટ પ્રોટીનમાં કુદરતી રીતે કૉલેસ્ટરોલ હોતું જ નથી.

૨. બટરને બદલે ઑલિવ ઑઇલ, બદામ-અખરોટ જેવાં નટ્સ અને સીડ્સનો સમાવેશ કરો. જો તમારું વજન વધારે હોય તો શરીરના કુલ વજનમાં પાંચથી ૧૦ ટકાનો ઘટાડો કરવાથી LDL છ ટકા સુધી ઘટી શકે છે

૩. અઠવાડિયામાં ૧૫૦ મિનિટ હાર્ટ-રેટ વધતો હોય એવી ઍરોબિક એક્સરસાઇઝ કરો. જેમ કે ઝડપી ચાલવું, જૉગિંગ કરવું કે સાઇક્લિંગ કરવું.

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK