Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેં મિમીના શૂટિંગ દરમ્યાન જ કરાવી લીધું હતું એગ-ફ્રીઝિંગ

મેં મિમીના શૂટિંગ દરમ્યાન જ કરાવી લીધું હતું એગ-ફ્રીઝિંગ

Published : 13 July, 2026 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં ક્રિતી સૅનને ખુલાસો કર્યો છે કે ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘મિમી’ની તૈયારી દરમ્યાન તેણે પોતાના એગ ફ્રીઝ કરાવ્યાં હતાં.

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


હાલમાં ક્રિતી સૅનને ખુલાસો કર્યો છે કે ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘મિમી’ની તૈયારી દરમ્યાન તેણે પોતાના એગ ફ્રીઝ કરાવ્યાં હતાં. આ ફિલ્મમાં તેણે સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી. પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં ક્રિતીએ જણાવ્યું કે કોઈએ તેને આ વિકલ્પ વિશે વિચારવાની સલાહ આપી હતી અને ત્યારથી આ વિચાર તેના મનમાં સતત રહ્યો હતો.

પોતાના એગ-ફ્રીઝિંગના નિર્ણય વિશે વાત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મેં મારાં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં. ખૂબ જ સમજદારીથી મેં આ પ્રક્રિયા એ જ સમયે કરાવી જ્યારે ‘મિમી’ માટે મારે વજન વધારવાનું હતું. આ પ્રક્રિયાને કારણે શરીરમાં ફેરફાર આવી શકે છે અને એ સમયે હું ફિલ્મ માટે વજન વધારી જ રહી હતી. કોઈએ મને એગ-ફ્રીઝિંગની સલાહ આપી હતી અને કહ્યું હતું કે આ એવી ભેટ છે જે તમે પોતાને આપી શકો છો. આ વાત મારા મનમાં રહી ગઈ હતી. આ પછી જ્યારે મને ફિલ્મ માટે વજન વધારવાનું કહેવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે એગ ફ્રીઝ કરાવવા માટે આ જ યોગ્ય સમય છે. ‘મિમી’ સરોગસી પર આધારિત ફિલ્મ હતી તેથી મને લાગ્યું કે હવે આ પ્રક્રિયા કરી જ લઉં, કારણ કે હું બધું અનુભવી રહી હતી. એક સમય એવો આવે છે જ્યારે હૉર્મોનલ ફેરફારોને કારણે યુવતી લગભગ ગર્ભવતી મહિલા જેવી લાગણી અનુભવવા લાગે છે. મૂડ-સ્વિંગ્સ ખૂબ વધી જાય છે. મેં આ પ્રક્રિયા કરાવી અને આજે મને ખુશી છે કે મેં આવું કર્યું, કારણ કે હવે આ બાબતને લઈને મારા મનમાં કોઈ ચિંતા નથી. ઉંમર વધવાની સાથે પ્રજનનક્ષમતા સંબંધિત પડકારો વધી શકે છે, પણ હવે મને કોઈ તકલીફ નથી. એગ-ફ્રીઝિંગની પ્રક્રિયા સરળ નથી, પણ લાંબા ગાળે એ ખૂબ જ ઉપયોગી નિર્ણય સાબિત થઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK