આનાથી પેઢાં મજબૂત થાય છે અને દાંત મજબૂત જ રહે છે. કોલ્ડ પ્રેસ પદ્ધતિથી બનાવવામાં આવેલું તેલ શુદ્ધ હોય છે.
પ્રતીકાત્મક તસવીર
દાંતની પીળાશને દૂર કરવા માટે પ્રાચીન આયુર્વેદિક ઉપાયોમાંથી એક છે નારિયેળનું તેલ. અડધી ચમચી નારિયેળના તેલમાં એક ચપટી હળદર નાખીને મિક્સ કરીને આ મિશ્રણથી દાંત ઘસવામાં આવે તો એ દાંતમાં ચોંટેલા પ્લૅકને દૂર કરે છે અને નૅચરલી સફેદ બનાવે છે. મોંમાંથી દુર્ગંધ કે બૅક્ટેરિયાને ઓછા કરવા હોય તો દરરોજ સવારે ખાલી પેટે પાંચ-દસ મિનિટ સુધી એક ચમચી નારિયેળ તેલના કોગળા કરવા. આનાથી પેઢાં મજબૂત થાય છે અને દાંત મજબૂત જ રહે છે. કોલ્ડ પ્રેસ પદ્ધતિથી બનાવવામાં આવેલું તેલ શુદ્ધ હોય છે.


