અયોગ્ય ખાનપાન, મેદસ્વિતા, કસરતનો અભાવ, ધૂમ્રપાન વગેરે કારણોસર શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધે છે. લાંબા સમય સુધી શરીરમાં બૅડ કૉલેસ્ટરોલ રહે તો હાર્ટ-અટૅક, સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ પણ વધી શકે છે
કૉલેસ્ટરોલ નામ સાંભળતાં જ આપણને એમ લાગે કે એ કોઈ ખરાબ વસ્તુ છે, પણ એવું નથી. કૉલેસ્ટરોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનો એક ઘટક છે. શરીરમાં ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમ જ હૉર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ આવશ્યકતા કરતાં વધી જાય છે. લોહીમાં ફરતું કૉલેસ્ટરોલ રક્તવાહિનીઓની દીવાલમાં જમા થાય છે એને કારણે એ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. એને કારણે શરીરના જે-તે ભાગને લોહી ઓછું મળવાથી હાર્ટ-અટૅક, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યા થાય છે. સામાન્ય રીતે શરીરમાં બે પ્રકારનાં કૉલેસ્ટરોલ હોય છે, એક ગુડ કૉલેસ્ટરોલ અને બીજું બૅડ કૉલેસ્ટરોલ. ગુડ કૉલેસ્ટરોલ શરીરમાં રહેલા વધારાના કૉલેસ્ટરોલને હટાવવાનું કામ કરે છે, જ્યારે બૅડ કૉલેસ્ટરોલ રક્તવાહિનીઓની દીવાલમાં જમા થઈને એને બ્લૉક કરે છે. એવામાં આપણે નીચે જણાવેલી છ વસ્તુનું સેવન કરીએ તો બૅડ કૉલેસ્ટરોલ ઘટાડવામાં મદદ મળી શકે છે. આને લઈને આયુર્વેદિક નિષ્ણાત અને યોગગુરુ ડૉ. હંસાજી યોગેન્દ્રએ એક વિડિયોમાં શૅર કરેલી માહિતી અહીં રજૂ કરીએ છીએ...
29 April, 2025 06:59 IST | Mumbai | Heena Patel