Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હવે ચહેરાની ડ્રાયનેસ માટે મૉઇશ્ચરાઇઝર લગાવવાને બદલે ઇન્જેક્શન લઈ લેવાનું

હવે ચહેરાની ડ્રાયનેસ માટે મૉઇશ્ચરાઇઝર લગાવવાને બદલે ઇન્જેક્શન લઈ લેવાનું

07 May, 2024 07:16 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર ટ્રીટમેન્ટ લીધા પછી પણ ડેઇલી સ્કિન-કૅર રૂટીનમાં ચહેરા પર મૉઇશ્ચરાઇઝર ક્રીમ લગાડવાનું ચાલુ જ રાખવું પડે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૉઇશ્ચરાઇઝર ત્વચા પર ઘસી-ઘસીને થાક્યા હો અને છતાં ત્વચા સૂકી અને ચમક વિનાની રહેતી હોય એવા લોકો માટે હવે ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર આવી ગયાં છે, જેમાં ઇન્જેક્શનની મદદથી સ્કિનની અંદર એવા મૉઇશ્ચરાઇઝિંગ એજન્ટ દાખલ કરવામાં આવે છે કે જેનાથી તમારી ત્વચા ફક્ત બહારથી જ નહીં, અંદરથી પણ હાઇડ્રેટેડ રહે

ઘણા લોકોમાં સ્કિન ડ્રાય થવાની સમસ્યા એટલીબધી હોય છે કે તેઓ હાઇડ્રેટિંગ સિરમ, સોપ, ક્રીમ, લોશન બધું જ ટ્રાય કર્યા પછી પણ સ્કિન સૂકી-સૂકી જ રહે. ડ્રાય સ્કિન સાવ ડલ લાગે. આ લોકો માટે ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર મદદરૂપ બની શકે છે, જેમાં ઇન્જેક્શનથી સ્કિનની અંદર મૉઇશ્ચરાઇઝિંગ સબસ્ટન્સ ઇન્જેક્ટ કરવામાં આવે છે જે સ્કિનને અંદર-બહારથી હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર ટ્રીટમેન્ટમાં કયું સબસ્ટન્સ યુઝ કરવામાં આવે છે, આ ટ્રીટમેન્ટ ક​ઈ રીતે કરવામાં આવે છે, એની અસર કેટલા સમય સુધી રહે છે આ બધા વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.

બધો હાયોલ્યુરૉનિક ઍસિડનો ખેલ
ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર કઈ રીતે કામ કરે છે એ વિશે માહિતી આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ કહે છે ‘આ ટ્રીટમેન્ટમાં હાયોલ્યુરૉનિક ઍસિડ બેઝ્ડ જેલને સ્કિનની અંદર ઇન્જેક્શનની મદદથી ઇન્જેક્ટ કરવામાં આવે છે, જે તમારી સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે. હાયોલ્યુરૉનિક ઍસિડનું કામ આપણી બોડીનું મૉઇશ્ચર જાળવી રાખવાનું અને કૉલેજન પ્રોડક્શનને બૂસ્ટ કરવાનું છે. હાયોલ્યુરૉનિક ઍસિડ આપણી બૉડી નૅચરલી પ્રોડ્યુસ કરે છે, જે સ્કિનનું હાઇડ્રેશન અને ઇલૅસ્ટિસિટી ઇમ્પ્રૂવ કરે છે. પણ વધતી ઉંમર સાથે અનેક કારણોસર એનું પ્રોડક્શન ધીમું પડી જાય છે એટલે બહારથી હાયોલ્યુરૉનિક ઍસિડને ઇન્જેક્ટ કરીને ડલ, ડ્રાય અને રિન્કલ્સવાળી સ્કિનને યુથફુલ અને પ્લમ્પી બનાવવાનું કામ કરવામાં આવે છે. ચહેરાની સાથે ઘણા લોકો હાથ, ગળા, કોણી, ઘૂંટણના ભાગે પણ આ ટ્રીટમેન્ટ કરાવે છે.’



છ-આઠ મહિના ટેન્શન ન રહે
ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર ટ્રીટમેન્ટ લીધા પછી કેટલા સમયમાં રિઝલ્ટ મળે અને એની અસર કેટલા સમય સુધી રહે એ વિશે માહિતી આપતાં ડૉ. મૃણાલ શાહ કહે છે, ‘સારું રિઝલ્ટ મળે એ માટે અમે પેશન્ટને એક અથવા દોઢ મહિનાના અંતરે મિનિમમ બે સેશન્સ લેવાની ઍડ્વાઇસ આપીએ છીએ. એ પછી તમે તમારી સ્કિનની ડ્રાયનેસના હિસાબે દર છ-આઠ મહિને આ ટ્રીટમેન્ટ લઈ શકો છો. જનરલી ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર ટ્રીટમેન્ટ લીધા પછી ૧૫-૨૦ દિવસમાં તમને રિઝલ્ટ દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે. ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર ટ્રીટમેન્ટ લીધા પછી પણ ડેઇલી સ્કિન-કૅર રૂટીનમાં ચહેરા પર મૉઇશ્ચરાઇઝર ક્રીમ લગાડવાનું ચાલુ જ રાખવું પડે છે. માર્કેટમાં તમને અનેક ડિફરન્ટ બ્રૅન્ડનાં ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝર મળી જશે. આ બધામાં મુખ્ય ઘટક તો હાયોલ્યુરૉનિક ઍસિડ જ હોય છે, ફક્ત એનું પ્રમાણ ઓછું-વધુ હોય છે.’


કયા કેસમાં ટ્રીટમેન્ટ લેવાય?
કેવા કેસમાં લોકો ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝરનો સહારો લે છે એ વિશે વાત કરતાં ડૉ. મૃણાલ શાહ કહે છે, ‘અનેક કારણોસર ઘણા લોકોની સ્કિન એક્સ્ટ્રીમ લેવલ પર ડ્રાય હોય છે. દિવસમાં ભરપૂર પાણી પીતા હો, દિવસમાં બે-ત્રણ વાર મૉઇશ્ચરાઇઝર ક્રીમનો યુઝ કરતા હો તો પણ ડ્રાયનેસ જતી નથી. જેમ કે મેનૉપોઝનો અનુભવ કરી રહેલી મહિલાઓમાં અતિશય ડ્રાય અને ઇચી સ્કિનની સમસ્યા ખૂબ જોવા મળે છે, કારણ કે તેમના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ ઘટી જાય છે; જે નૅચરલ હાઇડ્રેશન મેકૅનિઝમને પણ અફેક્ટ કરે છે. એમાં પછી તમે બહારથી ગમેતેટલાં મૉઇશ્ચરાઇઝર સ્કિન પર લગાવો છતાં ડ્રાયનેસ જતી નથી. આવા કેસમાં પછી લોકો ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝરનો સહારો લે છે. ઇન્જેક્ટેબલ મૉઇશ્ચરાઇઝરમાં ઇન્જેક્શન લેવાં પડતાં હોવાથી જે લોકોને ઇન્જેક્શનથી ડર લાગતો હોય એ લોકો ઓરલ મૉઇશ્ચરાઇઝર ટ્રીટમેન્ટ પણ લે છે. એમાં અમે પેશન્ટ્સને ટૅબ્લેટ આપીએ છીએ, જેમાં મેઇન સબસ્ટન્સ સેરામાઇડ હોય છે. સેરામાઇડ બૅરિયર ક્રીએટ કરીને તમારી સ્કિનના મૉઇશ્ચરને લૉક કરવાનું કામ કરે છે, જેથી સ્કિન ડ્રાય થતી નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:16 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK