સતત એસીમાં બેસવાથી વાળ, ચામડીને થાય છે આ નુક્સાન, જાણો કેવી રીતે બચશો
ગરમી હોય કે પછી ભેજ વધી જાય તો તરત જ આપણે એસી ચાલુ કરી દીએ છીએ. એસીમાં બેસવાથી આપણે શાંતિ મહેસૂસ થાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વરસાદની સિઝનમાં ભેજ દરમિયાન એસી તમને રાહત તો આપે છે, પરંતુ તમારી સુંદરતાનું દુશ્મન પણ બની જાય છે.
વરસાદની ઋતુમાં વધારે સમય એસીમાં બેસી રહેવાથી તમારી ચામડી અને વાળ બંનેને નુક્સાન થાય છે. આપણી ચામડી અને વાળને હેલ્ધી રહેવા માટે ભેજ જરૂરી છે. જો કે એસી આપણી ચામડી અને વાળ માટે જરૂરી ભેજ ચૂસી લે છે. મોઈશ્ચર ઓછુ થવાથી ચામડી ડ્રાય થાય છે. અને વાળ ડેમેજ થાય છે.
ADVERTISEMENT
વાળ ખરવા લાગે છે
નિષ્ણાતોની વાત માનીએ તો દિવસમાં 5થી 6 કલાકથી વધુ સમય એસીમાં બેસી રહેવાથી વાળની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. વાળ ચીમળાયેલા લાગે છે. હેર ફૉલ વધી જાય છે. પરિણામે વાળનો ગ્રોથ પણ ઘટવા લાગે છે.
ચામડી ઝાંખી પડે છે
એસીમાં વધુ બેસી રહેવાથી વાળની સાથે સાથે ચામડીને પણ અસર પડે છે. એસી આપણને બહારની ગરમીથી તો બચાવે છે, પરંતુ વધુ પડતી ઠંડકના કારણે ચામડીનો ભેજ ઓછો થઈ જાય છે. ચામડીની સાથે સાથે વાળ માટે જરૂરી ભેજ પણ જતો રહે છે. પરિણામે વાળ સૂકા અને કોરા પડી જાય છે.
વધુ પાણી પીવો
સ્કીનને ડેમેજ થતી બચાવવા માટે એસીનો ઓછો ઉપયોગ કરો. જો એસીમાં બેસવું મજબૂરી હોય તો વારંવાર પાણી પીતા રહો. પાણી તમારા શરીરની ઘણી ચીજો કંટ્રોલમાં રાખે છે. વારંવાર મોશ્ચરાઈઝર અને સીરમનો ઉપયોગ કરો. ચહેરાને ડ્રાય ન થવા દો. હેલ્ધી સ્કીન માટે પાણી પીવાની સાથે સાથે ડાયેટમાં ફળ અને લીલા શાકભાજી સામેલ કરો.
ખાણીપીણી પર ધ્યાન આપો
એવા ફળ ખાવ જેમાં પાણી વધુ હોય. વાળ સુરક્ષિત રાખવા માટે એલોવેરા જેલ લગાવો. સાથે જ નારિયેળનું તેલ અથવા ઓલિવ ઓઈલથી મસાજ કરો. અઠવાડિયે એકવાર વાળનું મસાજ જરૂરી છે.
આ પણ વાંચોઃ દાંતની પીળાશ દૂર કરવી છે તો કેળાની છાલ બનશે વરદાનરૂપ, આ રીતે કરો ઉપયોગ
વિટામિનવાળું ભોજન લો
ચામડીમાં ભેજ ઓછો થઈ જવાથી તમારી ચામડી પર કરચલી પડી શકે ચે. તેનાથી બચવા માટે વિટામિન્સ જરૂરી છે. એન્ટિઓક્સીડેન્ટસ માટે વિટામિ ઈની કેપ્સ્યુલ ખાઈ શકો છો. જો કે આવા કોઈ સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડોક્ટરની સલાહ લો


