કેળા એક એવું ફળ છે જે વિટામિન, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. વજન વધારવું હોય કે ઘટાડવું હોય, કેળાના ઘરગથ્થુ ઉપાયો કારક નિવડે છે. ફળ તો મોટા ભાગે મનથી ખવાતાં હોય છે પણ શું તમે જાણો છો કે કેળાના છાલમાં પણ ચમત્કારિક ગુણો છુપાયેલા છે.
જો તમે કેળાના છાલ કચરો સમજીને ફેંકી દો છો તો હવેથી એમ કરતાં ધ્યાન રાખજો. કારણ કે કેળાના ફક્ત છાલમાં જ એટલા ગુણો છે જેનો કદાચ તમને ખ્યાલ જ નહીં હોય. કેળાની છાલમાં રહેલા વિટામિન, કાર્બોહાઇડ્રેટ, એન્ટીઑક્સીડેન્ટ અને પોટેશિયમ જેવા તત્વો તમારી ત્વચા માટે વરદાન કરતાં સહેજ પણ ઓછાં નથી.
તો આવો જાણીએ કેળાના છાલથી થતાં લાભ
1. જો તમે પિમ્પલ્સથી કંટાળ્યા છો તો કેળાના છાલ તમને ઉપયોગી નીવડે છે. આ માટે કેળાના છાલ પર મધ લગાડીને પિમ્પલ્સ પર હલ્કા હાથે મસાજ કરવી અને થોડી વાર પછી મોઢું ધોઈ લેવું.
2. બ્લેકહેડની સમસ્યાથી લડી રહ્યા છો તો કેળાના છાલનો ઉપયોગ કરી શકો છો. તેને મસળીમે અડધી નાની ચમચી લીંબુનો રસ અને ચપટી બેકિંગ પાઉડર મિક્સ કરી લેવું. પછી બ્લેકહેડ્સવાળા ભાગ પર 10 મિનિટ માટે લગાડવું અને પછી ચહેરો ધોઈ લેવો.
3. દાંતની પીળાશ દૂર કરવામાં પણ આ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. લગભગ એક અઠવાડિયા સુધી રોજ સવારે એક કેળાના છાલને દાંત પર સારી રીતે ઘસવું અને પછી કોગળા કરી લેવા.
4. આંખની નીચેના કાળા ઘેરાઓ છે તમારી સમસ્યા તો ત્યાં પણ કેળાના છાલ ઉપયોગી નીવડે છે. આ માટે કેળાના છાલને બ્લેંડરમાં પીસી લેવી અને તેમાં એલોવેરે જેલ મિક્સ કરી આંખની નીચેના ભાગમાં લગાડવી. જ્યારે સુકાઈ જાય તો ધોઈ લેવું.
5. કેળાની છાલમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. આ માટે કેળાના છાલમે મિક્સ્ચરમાં પીસીને તેમાં બે નાની ચમચી બદામનું તેલ મિક્સ કરી ચહેરા પર લગાડવું. 20 મિનિટ પછી ધોઈ લેવું.
પ્રાણાયામમાં જેને ગ્લુકોન ડીની ઉપમા આપી શકાય એવું કોણ?
21st January, 2021 20:47 IST30 મિનિટની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી હાઇ બીપીમાં મળશે આરામ
18th January, 2021 17:37 ISTસૂક્ષ્મ વ્યાયામ પાછળનું સાયન્સ સમજીએ
14th January, 2021 16:12 ISTઍક્ટિવ અને ફિટ દેખાતા પુરુષોમાં પણ શા માટે હાર્ટ-અટૅક આવે છે?
11th January, 2021 15:16 IST