બ્રેકફાસ્ટને દિવસનું સૌથી મહત્ત્વનું મીલ માનવામાં આવે છે એટલે એ હેલ્ધી હોવો જ જોઈએ
પ્રતીકાત્મક તસવીર
ડિનર પછી ૮-૧૦ કલાકના બ્રેક બાદ સવારમાં જે બ્રેકફાસ્ટ કરીએ એ હેલ્ધી હોય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જોકે હેલ્ધી બ્રેકફાસ્ટ કોને કહેવાય એ સમજી લેવું જરૂરી છે. આજે એવી કેટલીક બ્રેકફાસ્ટ-આઇટમ્સ વિશે વાત કરીએ જે લોકો નૉર્મલી બ્રેકફાસ્ટમાં હેલ્ધી સમજીને, આદતવશ અથવા તો ટેસ્ટ માટે ખાતા હોય છે; પણ ખરેખર એ સ્વાસ્થ્ય માટે સારી નથી. સાથે જ કેટલાક હેલ્ધી બ્રેકફાસ્ટના વિકલ્પ વિશે પણ જાણીએ જેથી તમને તમારા બ્રેકફાસ્ટને હેલ્ધી બનાવવામાં મદદ મળે