Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

મિનેસ્ટ્રોને સૂપ

Published : 17 April, 2026 07:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટમેટાં બાફી એની છાલ કાઢીને પ્યુરી બનાવી લો. એક પૅનમાં ઑલિવ ઑઇલ ગરમ કરો. એમાં લસણ, સેલેરી, લીક અને ટમેટાની પ્યુરી નાખીને થોડું કુક કરો. પછી એની પેસ્ટ કરી લો.

મિનેસ્ટ્રોને સૂપ

મિનેસ્ટ્રોને સૂપ


સામગ્રી : ૭-૮ મોટાં ટમેટાં, ૪ ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ, બે ટેબલસ્પૂન લસણની પેસ્ટ, ૧ ટેબલસ્પૂન સેલેરી ઝીણી સમારેલી, ૧ ટેબલસ્પૂન લીક ઝીણી સમારેલી, બે ટેબલસ્પૂન ગાજર (જુલિયન સ્ટાઇલ કાપેલાં), બે ટેબલસ્પૂન બીન્સ (જુલિયન સ્ટાઇલમાં કાપેલાં), બે ટેબલસ્પૂન ફુદીનો બારીક સમારેલો, બે ટેબલસ્પૂન કેલ, બે ટેબલસ્પૂન વટાણા, ૧/૪ કપ બાફેલી મકાઈ, બે ટેબલસ્પૂન બ્રૉકલી (જુલિયન સ્ટાઇલમાં કાપેલી), બે કપ પાણી, ૧/૪ ટીસ્પૂન મરી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, ૧ ટેબલસ્પૂન ખાંડ, બે ટેબલસ્પૂન પાર્મેજન ચીઝ
બનાવવાની રીત : ટમેટાં બાફી એની છાલ કાઢીને પ્યુરી બનાવી લો. એક પૅનમાં ઑલિવ ઑઇલ ગરમ કરો. એમાં લસણ, સેલેરી, લીક અને ટમેટાની પ્યુરી નાખીને થોડું કુક કરો. પછી એની પેસ્ટ કરી લો. પછી એક પૅનમાં ઑલિવ ઑઇલ ગરમ કરી એમાં લસણની પેસ્ટ નાખી ગાજર, બીન્સ, ફુદીનો, કેલ, વટાણા, મકાઈ, પાણી, ટમેટાની પ્યુરી, ખાંડ, મરી પાઉડર અને મીઠું નાખીને ઉકાળો. છેલ્લે પાર્મેજન ચીઝ નાખી સારી રીતે મિક્સ કરીને સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 07:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK