Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદી કનેક્શન પણ ધરાવે છે આ જેહાદી મહિલા?

આતંકવાદી કનેક્શન પણ ધરાવે છે આ જેહાદી મહિલા?

Published : 17 April, 2026 07:18 AM | Modified : 17 April, 2026 10:43 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાશિકના TCS-કાંડની ફરાર માસ્ટરમાઇન્ડ નિદા ખાનના મામલામાં હવે ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડે પણ તપાસ શરૂ કરી છે, દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટના ટેરરિસ્ટો સાથે સંપર્કમાં હોવાની આશંકા

નિદા ખાન

નિદા ખાન


કી હાઇલાઇટ્સ

  1. નાશિકના TCS-કાંડની ફરાર HR હેડ જ માસ્ટરમાઇન્ડ હોવાનો દાવો
  2. નિદા ખાન દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટના આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતી?
  3. સાથી કર્મચારીઓ તેને દબંગ મૅડમ કહીને બોલાવતા હતા

નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં કામ કરતી મહિલાઓ, યુવતીઓ પર જાતીય અત્યાચાર, છેડતી અને ધર્માંતરણ કરાવવાનો આરોપ ધરાવતા કેસમાં TCSની હ્યુમન રિસોર્સિસ (HR) ડિપાર્ટમેન્ટની હેડ નિદા ખાન આરોપીઓને એ માટે સપોર્ટ કરતી હતી અને જો કોઈ યુવતી આ બાબતે ફરિયાદ કરે તો તે આરોપીઓને છાવરવાના પ્રયાસ કરતી હોવાના આરોપ આ કેસમાં ફરિયાદ કરનાર યુવતીઓએ કર્યા છે. હાલ નિદા ખાન નાસતી ફરી રહી છે. કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે નિદા ખાનની તપાસ દરમ્યાન તે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ-કેસમાં સંડાવાયેલા આતંકવાદી ડૉક્ટર શાહીન શાહિદ સાથે સંપર્કમાં હોવાની શંકા છે. એટલે હવે આ કેસની તપાસ મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ પણ શરૂ કરી છે.

નિદા ખાનને સાથી કર્મચારીઓ ‘દબંગ મૅડમ’ કહીને બોલાવતા હતા અને એવું કહેવાય છે કે ઑફિસમાં તેનો પ્રભાવ એટલો બધો હતો કે બધા તેનાથી ડરતા હતા. આ કેસમાં ફરિયાદ નોંધાવવા અને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવા માટે આગળ આવનારી પીડિતાઓએ નિદા ખાનનું નામ ઘણા આરોપમાં લીધું છે. પોલીસે જણાવ્યું હતું કે નિદા ખાન વાસ્તવિક માસ્ટરમાઇન્ડ હોવાની શંકા છે.



FIRમાં કરવામાં આવેલા આરોપ મુજબ નિદા ખાન ફક્ત HRની ભૂમિકા સુધી મર્યાદિત નહોતી. એવું જોવા મળ્યું હતું કે તે એવા ટીમ-લીડરના સપોર્ટમાં હતી જેમના પર મહિલા કર્મચારીઓને હેરાન કરવાનો અને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. તેણે મહિલાઓને બુરખો પહેરવા અને ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરવાની સૂચના પણ આપી હોવાનું કહેવાય છે. જોકે કેટલાક પીડિતોના મતે આ સલાહ નહીં પણ દબાણ હતું. એક મહિલા કર્મચારીએ દાવો કર્યો હતો કે નિદા ખાને મને બુરખો પહેરવાનું શીખવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 10:43 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK