અહીં શીખો કોદરી-મગદાળ પોંગલ
કોદરી-મગદાળ પોંગલ
સામગ્રી : અડધો કપ પલાળેલી કોદરી, અડધો કપ પલાળેલી મગની દાળ, ૩ કપ પાણી, ૧ ચમચી જીરું, ૧ ચમચી હળવા કૂટેલા કાળા મરી, ૧ ટેબલસ્પૂન આદું (ઝીણું સમારેલું અથવા છીણેલું), સ્વાદ મુજબ મીઠું
વઘાર માટે : બે ટેબલસ્પૂન ઘી, એક-બે લીલાં મરચાં (સમારેલાં), ૮-૧૦ કઢીપત્તાં, ૧૦-૧૨ કાજુ, ૧ ચમચી આદું, એક ચપટી હિંગ, થોડું ખમણેલું નારિયેળ (વૈકલ્પિક)
ADVERTISEMENT
બનાવવાની રીત : કોદરી અને મગની દાળને સારી રીતે ધોઈ લો અને એને ઓવરનાઇટ પલાળી રાખો. પ્રેશર કુકરમાં કોદરી, મગની દાળ, પાણી, જીરું, કાળા મરી, આદું અને મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને ચારથી પાંચ સિટી સુધી અથવા નરમ થાય ત્યાં સુધી રાંધી લો. કુકરનું પ્રેશર ઊતરી જાય પછી ખીચડીને હળવેથી મિક્સ કરી લો.
વઘાર માટે : એક પૅનમાં ઘી ગરમ કરો. એમાં કાજુ ઉમેરીને હળવા સોનેરી થાય ત્યાં સુધી શેકો. પછી લીલાં મરચાં, કઢીપત્તાં, આદું અને હિંગ ઉમેરો. થોડી સેકન્ડ સુધી સાંતળો. તૈયાર વઘારને રાંધેલી કોદરી-મગદાળની ખીચડી પર રેડી દો. ઇચ્છા હોય તો ઉપરથી ખમણેલું નારિયેળ ભભરાવો.
ગરમાગરમ કોદરી-મગદાળ પોંગલ/ખીચડી ઘી, દહીં અથવા ખાટા અથાણા સાથે પીરસો.
