Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: દાળવડાં (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)

આજની રેસિપી: દાળવડાં (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)

Published : 16 March, 2026 03:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે પૅનમાં તેલ ગરમ કરીને મધ્યમ ગૅસ પર લાલ થાય ત્યાં સુધી બન્ને બાજુ ફેરવીને તળો. સાઉથ ઇન્ડિયન મસાલા ફ્લેવરથી ભરપૂર ક્રિસ્પી દાળવડાંનો આનંદ માણો.

દાળવડાં (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)

આજની રેસિપી

દાળવડાં (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)


સામગ્રી: ૧ કપ ચણાદાળ, ૨ મોટા ચમચા અડદદાળ, ૨ લીલાં મરચાં, ૧ આદુંનો ટુકડો, ૧ મોટો ચમચો આખા ધાણા, ૧ ચમચી વરિયાળી, ૧/૨ ચમચી જીરું, ૧ તજ, ૨ લવિંગ, ૧/૨ ચમચી હિંગ, ૧/૨ ચમચી ચિલી ફ્લૅક્સ, ૩/૪ ચમચી મીઠું, ૧ કાંદો બારીક સમારેલો, ૧૫ કડીપત્તાં સમારેલાં, ૩ મોટા ચમચા કોથમીર સમારેલી, ૧ મોટો ચમચો બારીક સમારેલું તાજું કોપરું, તેલ તળવા માટે.

રીત: ચણાદાળને ૩ કલાક ભીંજવો. અડદદાળને ૧૫ મિનિટ ભીંજવો. આમાંથી બે ચમચા ચણાદાળ અલગ રાખો. હવે બન્ને દાળમાંથી પાણી નિતારીને મિક્સરમાં ઉપરના બધા મસાલા નાખીને કરકરું વાટો, પલ્સ મોડ પર. પછી એમાં બાજુમાં રાખેલી આખી ચણાની દાળ, કોથમીર, કાંદો, કડીપત્તાં, કોપરું અને મીઠું નાખી બરાબર મિક્સ કરીને તેલવાળા હાથેથી મધ્યમ આકારનાં ફ્લૅટ વડાં વાળો. હવે પૅનમાં તેલ ગરમ કરીને મધ્યમ ગૅસ પર લાલ થાય ત્યાં સુધી બન્ને બાજુ ફેરવીને તળો. સાઉથ ઇન્ડિયન મસાલા ફ્લેવરથી ભરપૂર ક્રિસ્પી દાળવડાંનો આનંદ માણો.



- સ્વાતિ શ્રોફ


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK