વચ્ચે-વચ્ચે હળવેથી ફેરવો જેથી કૅપ્સિકમ બધી બાજુથી સરખાં શેકાય. એ નરમ પડે એટલે ઉપર ચીઝ ક્યુબ ખમણી ઢાંકીને એ ઓગળે એટલે ગરમા-ગરમ પરાઠા સાથે પીરસો.
આજની રેસિપી: ભરવા મિરચી
સામગ્રી : ૪ નાનાં કૅપ્સિકમ, ૧ કપ બાફીને મૅશ કરેલા બટાટા, ૧/૨ કપ બારીક સમારેલો કાંદો, ૧ ચમચો બાફેલા સ્વીટ કૉર્ન, ૨ ચમચાં બારીક સમારેલી કોથમીર, ૨ ચમચા શેકેલા અને દળેલા સિંગદાણા, ૧ ચમચી આદું-લીલાં મરચાંની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧ ચમચી ધાણા-જીરુંનો પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, મીઠું, ૧ ચમચી સાકર, ૨ ચમચા લીંબુનો રસ, ૪ મોટા ચમચા તેલ, ૨ ચીઝ ક્યુબ.
રીત : કૅપ્સિકમને ઊભાં સમારીને અંદરનાં બી કાઢી લો. એક પૅનમાં ૧ ચમચો તેલ મૂકી કાંદો અને ઉપરના બધા મસાલા નાખીને બે મિનિટ સાંતળો. હવે મૅશ કરેલા બટાટા, મીઠું, સિંગદાણા, લીંબુનો રસ અને એક ખમણેલું ચીઝ ક્યુબ નાખીને બધું બરાબર મિક્સ કરો. આ મિશ્રણને કૅપ્સિકમના બધા ભાગમાં સારી રીતે દબાવીને ભરી દો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં ભરેલાં કૅપ્સિકમ ગોઠવો. એના પર ઢાંકણ મૂકીને ધીમા તાપે ૧૦ મિનિટ એને સુધી પકાવો. વચ્ચે-વચ્ચે હળવેથી ફેરવો જેથી કૅપ્સિકમ બધી બાજુથી સરખાં શેકાય. એ નરમ પડે એટલે ઉપર ચીઝ ક્યુબ ખમણી ઢાંકીને એ ઓગળે એટલે ગરમા-ગરમ પરાઠા સાથે પીરસો.
ADVERTISEMENT
- સ્વાતિ શ્રૉફ
