Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૮૦૯ ઉપર ૨૫,૯૮૦ અને નીચામાં ૨૫,૩૬૬ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૮૦૯ ઉપર ૨૫,૯૮૦ અને નીચામાં ૨૫,૩૬૬ મહત્ત્વની સપાટીઓ

Published : 23 November, 2026 08:02 AM | IST | Mumbai
Ashok Trivedi

લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૦૬૮.૩૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૧૦૦.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૦૪.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૭૭૫.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૩૨૭.૨૬ પૉઇન્ટના નેટ સુધારે ૮૩,૯૧૯.૭૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૦૩૮ ઉપર ૮૪,૩૦૦ કુદાવે તો ૮૫,૨૩૦, ૮૬,૧૫૯, ૮૭,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૨,૪૨૦, ૮૧,૬૯૮ સપોર્ટ ગણાય. બજાર હાઇલી ઓવરબૉટ છે છતાં પણ વધે છે એ પણ હકીકત છે. સ્ટૉપલૉસ વગર તેજીનો વેપાર કરવો હિતાવહ નથી. એકાદ નાના કરેક્શન બાદ ખૂબ જ મોટા સુધારાની સંભાવના જણાય છે.

ઇન્ટ્રા-ડે ચાર્ટ પર નરમાઈ લાગે તો મંદી કરવી ખૂબ જ જોખમી છે. ગયા શુક્રવારે ઍક્સિસ બૅન્ક ફ્યુચર ૧૩૭૧ ખૂલી નીચામાં ૧૧૩૯ થઈ ઉપરમાં ૧૪૪૯ સુધી લઈ ગયા અને PNB H.F. ફ્યુચર ૧૩૭૧ ખૂલી નીચામાં ૧૧૩૯ થઈ ઉપરમાં ૧૨૦૪ સુધી લઈ ગયા. ઇન્ટ્રા-ડે ચાર્ટ પર નરમાઈના કારણે મંદી કરનારા ખરાબ રીતે ફસાઈ ગયા. નિફ્ટી, બૅન્ક નિફ્ટી ફ્યુચરમાં પણ ગયા મંગળ, બુધવારે આમ જ થયું. જ્યાં સુધી દૈનિક ધોરણે ચાર્ટ પર સંકેત ન મળે ત્યાં સુધી કંઈ પણ કરવું જોખમી ગણાય. લાંબા સમયથી દબાયેલા રહેલા CENTRAL BANK, IOB તેમ જ UCO BANKમાં પણ સળવળાટ જણાય છે.



નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૦૬૮.૩૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.


હ્યુન્દાઇ (૨૨૧૫.૦૦) : ૧૮૨૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૪૮ ઉપર ૨૨૫૨ કુદાવે તો ૨૩૨૮, ૨૪૦૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૧૫૦ નીચે ૨૧૨૦ સપોર્ટ ગણાય.

HDFC BANK (૮૪૬.૦૦) : ૬૬૯.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૫૧ ઉપર ૮૫૭, ૮૭૮, ૯૦૦, ૯૨૯, ૯૪૧ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૧૫ નીચે ૮૦૦ સપોર્ટ ગણાય.


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૬૪,૫૫૬.૬૦) : ૫૩,૯૩૧.૬૦ના ટૉપથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૪,૬૫૧ ઉપર ૬૫,૨૭૫, ૬૬,૦૦૦, ૬૬,૭૧૫, ૬૭,૪૩૫, ૬૮,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૨,૨૩૫, ૬૧,૮૧૭ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૨૫,૭૭૫.૩૦)

૨૨,૨૬૮.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૮૦૯ ઉપર ૨૫,૯૮૦, ૨૬,૨૪૫, ૨૬,૫૧૦, ૨૬,૭૭૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૫,૩૬૬, ૨૫,૧૦૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઍક્સિસ બૅન્ક (૧૪૪૬.૦૦)

૧૧૯૬.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૦ ઉપર ૧૪૮૪, ૧૫૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૪૩૩ નીચે ૧૪૧૭, ૧૪૦૦, ૧૩૮૩, ૧૩૬૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

PNB (૧૫૫.૩૩)

૧૦૯.૩૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૬ ઉપર ૧૬૦, ૧૬૩ સુધીની શક્યતા જોવા મળશે. વધ-ઘટે ૧૮૦ સુધી પણ આવી શકે. નીચામાં ૧૪૮ નીચે ૧૪૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 08:02 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK