Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં બ્લિન્કઇટ અને ઍમૅઝૉનની ગેરકાયદે કમર્શિયલ ઍક્ટિવિટી સામે પરાગ શાહ અને કિરીટ સોમૈયાની સ્પૉટ-વિઝિટ

ઘાટકોપરમાં બ્લિન્કઇટ અને ઍમૅઝૉનની ગેરકાયદે કમર્શિયલ ઍક્ટિવિટી સામે પરાગ શાહ અને કિરીટ સોમૈયાની સ્પૉટ-વિઝિટ

Published : 23 November, 2026 09:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાબતે ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે `ત્યાં કામ કરનારા કર્મચારીઓના પ્રૉપર વેરિફિકેશન કરાયાં નથી`

સ્પૉટ પર પહોંચીને નિરીક્ષણ કરી રહેલાં પરાગ શાહ, કિરીટ સોમૈયા અને રાખી જાધવ.

સ્પૉટ પર પહોંચીને નિરીક્ષણ કરી રહેલાં પરાગ શાહ, કિરીટ સોમૈયા અને રાખી જાધવ.


ઘાટકોપર-ઈસ્ટના રાયગડ ચોક પાસે આવેલી શુભમ ઍવન્યુ સોસાયટીમાં બ્લિન્કઇટ અને ઍમૅઝૉન દ્વારા ગેરકાયદે કમર્શિયલ ઍક્ટિવિટી કરવામાં આવી રહી હોવાની અને એથી અનેક મુશ્કેલીઓ પડતી હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. એથી સ્થાનિક નગરસેવિકા રાખી જાધવ, વિધાનસભ્ય પરાગ શાહ અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ સ્પૉટ પર જઈને વિઝિટ કરી હતી. આ વિઝિટ દરમ્યાન નિયમોનો ભંગ થતો હોવાનું જણાઈ આવતાં કિરીટ સોમૈયા અને પરાગ શાહે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓને કંપનીઓ દ્વારા કરાયેલા નિયમભંગની નોંધ લઈ એ સામે યોગ્ય પગલાં લેવા દરખાસ્ત કરી હતી.   

આ બાબતે ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે `ત્યાં કામ કરનારા કર્મચારીઓના પ્રૉપર વેરિફિકેશન કરાયાં નથી. અમને શંકા છે કે બંગલાદેશીઓ હોઈ શકે. આજુબાજુના લોકો ત્રાસી ગયા છે. ડિલિવરી બૉય્ઝ આડેધડ પાર્કિંગ, ખુલ્લી દાદાગીરી કરતા હોય છે. અમે આ બાબતે પોલીસ-ફરિયાદ કરી છે. વળી મ્હાડાના બિલ્ડિંગનાં ૩ બેઝમેન્ટ છે જેમાં સ્ટોર-રૂમ બનાવ્યો છે. એ માટે ફાયર-અપ્રૂવલ, FDA-અપ્રૂવલ હોવું જોઈએ. ઍમૅઝૉનનું આઉટલેટ તો ગઈ કાલે જ બંધ કરી દેવાયું છે. અમે BMCને પણ આ બાબતે ચકાસણી કરી પગલાં લેવાં જણાવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK