ગરમીમાં આપણને સતત કંઈ ઠંડું ખાવાનું મન થયા કરે. એવામાં આપણે ખાસ ગોળાનો સ્વાદ માણતા હોઈએ છીએ. જોકે ઘણી વાર બહાર જે ગોળા મળતા હોય છે
પ્રતીકાત્મક તસવીર
ગરમીમાં આપણને સતત કંઈ ઠંડું ખાવાનું મન થયા કરે. એવામાં આપણે ખાસ ગોળાનો સ્વાદ માણતા હોઈએ છીએ. જોકે ઘણી વાર બહાર જે ગોળા મળતા હોય છે એનો બરફ અશુદ્ધ પાણીમાંથી બનેલો હોય છે. એને ખાઈને આપણે બીમાર પણ પડી જતા હોઈએ છીએ. એવામાં જો કોઈ એવું મશીન હોય જેનાથી આપણે ઘરેબેઠાં જ બરફ બનાવી શકીએ તો કેવું સારું? લોકોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આજકાલ પોર્ટેબલ આઇસક્રશર મશીન માર્કેટમાં અવેલેબલ થઈ ગયાં છે.
મશીન કેવું હોય?
ADVERTISEMENT
આ આઇસ-ક્રશર મશીન પ્લાસ્ટિકનું હોય છે. એની અંદર શાર્પ બ્લેડ હોય છે જે બરફને ક્રશ કરવા માટે હોય છે. આ મશીન વજનમાં હળવું અને સાઇઝમાં પણ નાનું હોય છે. આ મશીનની સાથે બરફ જમાવવા માટેના ત્રણ બાઉલ આવે. એક ગ્લાસ આવે જેમાં તમે ક્રશ કરેલો બરફ નાખીને ગોળાનો શેપ આપી શકો. એક ડિશ આવે જેમાં તમે ક્રશ થયેલો બરફ કલેક્ટ કરી શકો અને સાથે છ સ્ટિક આવે છે, જેને પકડીને તમે ગોળો કાઢી શકો. એક આ મશીન સાથે તમને એ બધી જ વસ્તુ મળે જે ગોળા બનાવવા માટે જરૂરી છે.
ઉપયોગ કેમ કરાય?
ગોળાના આ મશીનનો ઉપયોગ કરવો પણ ખૂબ સિમ્પલ છે. ગોળાનું મશીન મૅન્યુઅલ છે એટલે તમારે એને હાથેથી જ ચલાવવાનું છે. એને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી. મશીનની ઉપર ઢાંકણા જેવું હોય એ ખોલીને બરફ નાખો. એ ઢાંકણાને બંધ કરીને એની ઉપર એક હૅન્ડલ જેવું હોય એને ગોળ-ગોળ ફેરવો એટલે નીચેથી ક્રશ થયેલો બરફ આવશે. ઈ-કૉમર્સ સાઇટ પરથી તમને આ પ્રોડક્ટ ૫૫૦થી ૬૦૦ રૂપિયાની રેન્જમાં મળી જશે.
ઘરે જ બનાવો કાલાખટ્ટા સિરપ
ઘરે કાલાખટ્ટા સિરપ બનાવવા માટે એક પૅનમાં એક કપ સાકર નાખો. એમાં એક કપ પાણી ઉમેરો. એ પછી ત્રણ-ચાર ડ્રૉપ લાલ ફૂડ-કલર અને ત્રણ-ચાર ડ્રૉપ લીલા ફૂડ-કલરનાં લઈને બન્નેને મિક્સ કરો એટલે કાળો કલર બની જશે. એને પૅનમાં ઍડ કરો. પૅનમાં નાખેલી સાકર પીગળી ન જાય ત્યાં સુધી એને બૉઇલ કરો. હવે એમાં બે ચમચી શેકેલા જીરાનો પાઉડર, અડધી ચમચી કાળું મીઠું, અડધી ચમચી નૉર્મલ મીઠું અને અડધી ચમચી સાઇટ્રિક ઍસિડ નાખો જેનાથી થોડી ખટાશ આવે. આ સિરપ થોડું થિક થઈ જાય અને એક તારની ચાસણી બનવા લાગે ત્યારે એને ગૅસ પરથી ઉતારી લો. આ સિરપને તમે કાચની બૉટલમાં સ્ટોર કરીને રાખી શકો. આ સિરપ જાડું હોય છે એટલે એમાં થોડું પાણી મિક્સ કરીને પછી જ ગોળા પર નાખીને ખાવું જોઈએ.

