Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: ગુલાબજામુન ફ્લેવર કુકીઝ

આજની રેસિપી: ગુલાબજામુન ફ્લેવર કુકીઝ

Published : 08 October, 2026 05:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુકીઝને સંપૂર્ણ ઠંડી થવા દો. ઠંડી થયા પછી એ વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.

ગુલાબજામુન ફ્લેવર કુકીઝ

ગુલાબજામુન ફ્લેવર કુકીઝ


સામગ્રી : મેંદો – ૧ કપ (૧૨૫ ગ્રામ), ગુલાબજામુન પ્રીમિક્સ –અડધો કપ, પાઉડર ખાંડ – પા કપ, ઘી – અડધો કપ, મિલ્ક-પાઉડર – બે ટેબલસ્પૂન, એલચી પાઉડર – અડધી ટીસ્પૂન, બેકિંગ પાઉડર – અડધી ટીસ્પૂન, બેકિંગ સોડા – પા ટીસ્પૂન, દૂધ – જરૂર મુજબ ૧-૨ ટેબલસ્પૂન, ગુલાબ એસેન્સ – ૨-૩ ટીપાં (વૈકલ્પિક), બદામની કતરણ – સજાવટ માટે બનાવવાની રીત : એક બાઉલમાં ઘી અને પાઉડર ખાંડ લઈને ત્રણથી ૪ મિનિટ સારી રીતે ફેંટો. એમાં ગુલાબજામુન પ્રીમિક્સ, મિલ્ક પાઉડર અને એલચી પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો. બધું હળવેથી મિક્સ કરીને નરમ લોટ તૈયાર કરો. જરૂર પડે તો થોડું-થોડું દૂધ ઉમેરો. લોટમાંથી નાના બૉલ બનાવીને હળવા હાથથી ચપટા કરો. ઉપર બદામની કતરણ લગાવો. અવનને 170oC પર ૧૦ મિનિટ પ્રીહીટ કરો. કુકીઝને 160–170oC પર બારથી ૧૫ મિનિટ બેક કરો, જ્યાં સુધી કિનારી હળવી ગોલ્ડન થાય. કુકીઝને સંપૂર્ણ ઠંડી થવા દો. ઠંડી થયા પછી એ વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.

- ડિમ્પલ પારેખ


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK