દહિસર-ઈસ્ટમાં એસ.વી. રોડ પર માનવ કલ્યાણ કેન્દ્રના સિગ્નલ પાસે ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે એક મહિલા રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે એક ડમ્પરે તેમને અડફેટે લીધાં.
અકસ્માત બાદ રોડ પર લોહીલુહાણ હાલતમાં પટકાયેલાં ઉર્વશી શાહ
દહિસર-ઈસ્ટમાં એસ.વી. રોડ પર માનવ કલ્યાણ કેન્દ્રના સિગ્નલ પાસે ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે એક મહિલા રોડ ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે એક ડમ્પરે તેમને અડફેટે લીધાં હતાં. સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.
આ બાબતે વધુ માહિતી આપતાં દહિસર પોલીસે કહ્યું હતું કે ‘૬૪ વર્ષનાં ઉર્વશી શાહ રસ્તો ક્રૉસ કરી રહ્યાં હતાં ત્યારે ડમ્પરે તેમને અડફેટે લીધાં હતાં. ઍક્સિડન્ટ થતાં જ હોબાળો મચી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલાં ઉર્વશી શાહને તરત જ નજીકની નવનીત હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. એ પછી તેમના પરિવારજનોએ તેમને મલાડની સંજીવની હૉસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. દહિસર પોલીસ-સ્ટેશનનાં મહિલા-ઑફિસર આ કેસની વધુ તપાસ કરી રહ્યાં છે.
