કાચા ખોરાકને ધુત્કારતાં પહેલાં આવો જાણી લઈએ કેવી વ્યક્તિઓ માટે આ ડાયટ પર્ફેક્ટ છે
વિદ્યા બાલન
ભૂલભુલૈયા-3 માટે વિદ્યા બાલને ‘નો રૉ ફૂડ ડાયટ’ અપનાવીને વજન ઉતાર્યું ત્યારથી લોકોની નવાઈનો પાર નથી. દુનિયા આખી ‘કાચું એટલું સાચું’ એમ કહીને વધુ ને વધુ કાચું ખાવા પર ફોકસ કરવાનું કહે છે ત્યારે આ ‘નો રૉ ફૂડ ડાયટ’ કેટલી યોગ્ય? વિદ્યાને તો આવું સૂચન તેની કેટલીક ફિઝિકલ કન્ડિશન્સને કારણે મળેલું, પણ શું આપણને પણ આવી પદ્ધતિ કામ લાગે ખરી? કાચા ખોરાકને ધુત્કારતાં પહેલાં આવો જાણી લઈએ કેવી વ્યક્તિઓ માટે આ ડાયટ પર્ફેક્ટ છે