ગોરેગામ સ્ટેશનની બરાબર સામે આવેલી બાગવે કૅફેમાં બ્રાઉની ઉપરાંત આઇસક્રીમની પણ અઢળક વરાઇટી છે
ખાઈપીને જલસા
બાગવે કૅફે
ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે ગરમાગરમ ભજિયાં ખાવાં તો કમ્પલ્સરી જ છે પણ જો એની સાથે ગરમાગરમ બ્રાઉની પણ મળી જાય તો પછી મજા જ આવી જાય. ગોરેગામ સ્ટેશનની સામે એક ખૂબ જ નાના કહી શકાય એવા સ્ટૉલ પર આ ડિઝર્ટ તમને મળી જશે. સ્ટૉલ ભલે દૂરથી નાનો લાગતો હોય પણ તેની પાસે ડિઝર્ટ, શેક, બ્રાઉની, પૅનકેકની અનેક વરાઇટી છે.