આ વખતની સમર સીઝનમાં ટિન્ટેડ રેટ્રો અને ફ્યુચરિસ્ટિક સનગ્લાસ ફ્રેમ્સનો ટ્રેન્ડ સ્ટાઇલ સ્ટેટમેન્ટને વધુ બોલ્ડ અને લાઉડ બનાવી રહ્યો છે
રેટ્રો સનગ્લાસિસ
સમર સીઝનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઍક્સેસરી કોઈ છે તો એ છે સનગ્લાસિસ. એ આંખોને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવાની સાથે તમારા લુકનું સેન્ટર ઑફ ઍટ્રૅક્શન પણ બની ગયા છે. આ વર્ષે સનગ્લાસિસના ટ્રેન્ડમાં ૭૦ અને ૮૦ના દાયકાની રેટ્રો ફ્રેમ પાછી પૉપ્યુલર થઈ રહી છે અને સાથે ફ્યુચરિસ્ટિક સનગ્લાસિસનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે કેવા સનગ્લાસિસ તમને સૂટ કરશે એની સ્ટાઇલ-ગાઇડ જાણી લેજો.
રેટ્રો રિવાઇવલ
ADVERTISEMENT
યંગ યુવતીઓમાં વિન્ટેજ લુકનો ક્રેઝ દિવસે-દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ૭૦ના દાયકાની યાદ અપાવતા ગ્રેડિયન્ટ ટિન્ટ્સ એટલે કે એવા કાચ જે ઉપરથી ડાર્ક અને નીચે લાઇટ કલરના હોય. અત્યારે આવા ગ્લાસિસ ધરાવતી બોલ્ડ ફ્રેમ્સ ટૉક ઑફ ધ ટાઉન છે. યલો, ઑરેન્જ, રોઝ પિન્ક અને બ્લુ જેવા પેસ્ટલ શેડ્સના ટિન્ટેડ સનગ્લાસિસ સમર આઉટફિટ્સ સાથે ફ્રેશ લુક આપે છે. રેટ્રો ટ્રેન્ડમાં ખાસ કરીને ઓવરસાઇઝ્ડ સ્ક્વેર ફ્રેમ ચહેરાને ક્લાસી અને બોલ્ડ લુક આપે છે. કૅટ આઇ ફ્રેમ્સ ક્યારેય આઉટ ઑફ ટ્રેન્ડ થતી જ નથી, પણ આ વખતે એમાં પણ વાઇબ્રન્ટ કલર્સ અને જાડી ફ્રેમ્સ વધુ પૉપ્યુલર થઈ રહી છે. બ્રાઉન અને બ્લૅક મિક્સવાળી આ ફ્રેમ્સ પ્રોફેશનલ અને કૅઝ્યુઅલ બન્ને લુકમાં ચાર્મ ઍડ કરે છે.
ફ્યુચરિસ્ટિક ટચ
જો તમે ક્લાસિક કરતાં કંઈક હટકે ટ્રાય કરવા માગતા હો તો ફ્યુચરિસ્ટિક સનગ્લાસિસ તમારા માટે જ છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ આ પ્રકારના સનગ્લાસિસ બહુ વાપરતા થયા છે. આ ચશ્માંમાં કોઈ આકાર નથી હોતો. શાર્પ ઍન્ગલ્સ, સ્લીક મેટલિક ફિનિશિંગ અને ‘મૅટ્રિક્સ’ ફિલ્મની યાદ અપાવતા નૅરો ગ્લાસ આ ટ્રેન્ડની ખાસિયત છે.
આ કૅટેગરીમાં રૅપ-અરાઉન્ડ સનગ્લાસિસ અને મિરર ફિનિશ લેન્સ યુવતીઓની પહેલી પસંદ બની રહ્યા છે. એ સ્પોર્ટી અને હાઈ-ફૅશન વચ્ચેની એક પાતળી રેખા જેવો લુક આપે છે જે જીન્સ-ટૉપ કે મૉડર્ન કો-ઑર્ડ સેટ્સ સાથે સારા લાગે છે.
બોલ્ડ ફ્રેમ્સ
આ વખતે ગ્લાસિસ નહીં પણ ફ્રેમની થિકનેસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક જમાનામાં પાતળી અને નાજુક ફ્રેમ પસંદ કરવામાં આવતી, પરંતુ હવે થિક ફ્રેમ્સ મોખરે છે. નિયૉન કલર્સ, ટ્રાન્સપરન્ટ ફ્રેમ્સ અને ચંકી ડિઝાઇન્સ યુવતીઓના સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં બોલ્ડનેસ ઍડ કરે છે. ખાસ કરીને વાઇટ કે બેજ કલરની જાડી ફ્રેમ્સ ઉનાળાનાં સફેદ લિનન કપડાં સાથે એક ઇન્ટરનૅશનલ વેકેશન વાઇબ આપે છે.
