Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નવરાત્રિમાં બૅકલેસ ચોલી પહેરવાનો છે પ્લાન? તો આટલી વસ્તુનું રાખજો ધ્યાન

નવરાત્રિમાં બૅકલેસ ચોલી પહેરવાનો છે પ્લાન? તો આટલી વસ્તુનું રાખજો ધ્યાન

Published : 17 October, 2023 03:57 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

બૅકલેસ ચોલી પહેરતી વખતે ગ્રાઉન્ડ પર ડિસકમ્ફર્ટનો સામનો ન કરવો હોય તો જાણી લેજો કઈ રીતે સ્કિન કૅર, મેકઅપ, હેરસ્ટાઇલ, અન્ડરગાર્મેન્ટ્સનું ધ્યાન રાખવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રિ સ્પેશ્યલ

પ્રતીકાત્મક તસવીર


નવરાત્રિમાં યંગ ગર્લ્સ બૅકલેસ ચોલી પહેરવાનું પસંદ કરતી હોય છે, કારણ કે એ એક ટ્રેડિશનલ ચોલીમાં ગ્લૅમરનો તડકો નાખવાનું કામ કરે છે. જોકે બૅકલેસ પહેરતી વખતે ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જે આપણે રાખતા નથી અને પછી ગ્રાઉન્ડ પર રમવા જઈએ ત્યારે ​ડિસકમ્ફર્ટ ફીલ કરીએ છીએ. આવું ન થાય અને તમે બૅકલેસમાં પણ મુક્ત થઈને ગરબા રમી શકો એ માટે એક્સપર્ટ પાસેથી જાણી લઈએ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો.

ચોલીની નીચે શું પહેરશો?



બૅકલેસ ચોલી પહેરીને ગ્રાઉન્ડ પર ગરબા રમવા જાઓ ત્યારે તમને કમ્ફર્ટેબલ ફીલ થાય એ ખૂબ જરૂરી છે. એ માટે અગાઉથી જ કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે સેલ્ફ-ડિઝાઇનર અને બૃહદ મુંબઈ ગરબા ક્વીન સ્વાતિ ઠક્કર કહે છે, ‘જો તમારી બૅકલેસ ચોલી પૅડેડ હોય તો તમારે અંદર કશું પહેરવાની જરૂર નથી. જો બ્રા પહેરવી જ હોય તો તમે ટ્રાન્સપરન્ટ લો બૅક બ્રા અને સ્ટિક ઑન બ્રા પહેરી શકો છો. જો બ્રા ન પહેરવી હોય અને ફક્ત નિપલ જ હાઇડ કરવી હોય તો તમે નિપલ કવર કે ટેપનો ઉપયોગ કરી શકો છો. સાથે જ તમારી ચોલીનું ​ફિટિંગ પણ સરખું હોવું જોઈએ. એ વધારે લૂઝ કે વધારે ​​ફિટ હશે તો તમે કમ્ફર્ટેબલ નહીં થઈ શકો. એ ​સિવાય તમે તમારી બૅકલેસ ચોલીને કઈ રીતે કૅરી કરો છો એ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અન્ય કોઈ જુએ ત્યારે તેને એ ​રિવી​લિંગને બદલે એ​લિગન્ટ લાગે એ જરૂરી છે. એટલે જો બૅકલેસ ચોલી પહેરવી જ હોય તો એને કૉન્ફિડન્સ સાથે પહેરો.’


કઈ રીતે સ્કિન કૅર કરશો?

જો તમને બૅકલેસ ચોલી પહેરવી હોય તો જરૂરી છે કે તમારી પીઠ પર વાળ, ખરબચડી ત્વચા કે ડાઘ-ધબ્બા ન હોય. એ માટે કઈ રીતે સ્કિન કૅર કરવી જોઈએ એ ​વિશે મુલુંડનાં કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. મમતા છેડા કહે છે, ‘જો તમારી પીઠ પર વધુપડતા વાળ હોય તો તમે વૅ​ક્સિંગ અથવા લેસર હેર ​રિમૂવલ ​ટ્રીટમેન્ટ કરી શકો છો. શાઇન લાવવા માટે તમે હાઇડ્રાફે​શ્યલ, કેમિકલ પિલ્સ અથવા ડાયમન્ડ સ્કિન પૉલિશિંગ માટે જઈ શકો છો. જો તમારી પીઠ પર ​​પિગમેન્ટેશન કે ડાર્ક સ્પૉટ હોય તો તમે લેઝર ટો​નિંગ માટે જઈ શકો છો. એ ​સિવાય તમે તમારી સ્કિન ટાઇપના ​હિસાબે ડે ઍન્ડ નાઇટ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. હોમ કૅરની વાત કરીએ તો તમે કાકડીનો રસ, એલોવેરા જેલ અને ગ્લિસરીનને ​​મિક્સ કરીને પીઠ પર લગાવી શકો છો. 


મેકઅપ કઈ રીતે કરશો?

બૅકલેસ ચોલી પહેરતી વખતે લોકો ચહેરા પર તો મેકઅપ કરે છે પણ પીઠ પર ધ્યાન આપતા નથી. આ વિશે મેકઅપ આર્ટિસ્ટ ભ​ક્તિ ચુડાસમા કહે છે, ‘જો તમારા ચહેરા અને પીઠનો કલર મૅચ ન થતો હોય તો તમે સ્કિન ટોન મૅચ કરવા માટે પીઠ પર મૉઇશ્ચરાઇઝર સાથે ફાઉન્ડેશન અથવા કન્સીલર ​મિક્સ કરીને લગાવી શકો છો. એ પછી એને કૉમ્પૅક્ટ પાઉડર લગાવી સેટ કરી દો જેથી એ લાંબા સમય સુધી ટકી રહે.’

કેવી હેરસ્ટાઇલ સૂટ થશે?

હેરસ્ટાઇલ વિશે ભ​ક્તિ કહે છે, ‘બૅકલેસ ચોલી પહેરતી વખતે ઘણા લોકો ઓપન હેર રાખવાની ભૂલ કરે છે. તમારા ઓપન હેર તમારી ચોલીના બૅકલેસ લુકને બગાડી નાખે છે. બૅકલેસ ચોલી સાથે પોનીટેલ, બ્રેડ, બન વધારે સૂટ થાય છે. સામાન્ય રીતે યંગ ગર્લ પર પોનીટેલ અથવા ફિશ ટેલ બ્રેડ અને એના પર મલ્ટિકલરની લેસ સૂટ થશે, જ્યારે લેડીઝ પર સાઇડ બન ઉપર મ​લ્ટિકલરનો ગજરો શોભશે.’

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2023 03:57 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK