ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આ વખતે તમે તમારા મૉન્સૂન લુકને સુપરસ્ટાઇલિશ અને યુનિક બનાવવા માટે પાણીની બુંદ પડતી હોય એવી રેઝિનની જ્વેલરી વસાવી લેજો
રેઝિન વૉટર ડ્રૉપ્લેટ જ્વેલરી
ફૅશનની દુનિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હૅન્ડમેડ અને આર્ટિસ્ટિક જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો હવે માત્ર ચમકદાર અથવા હેવી જ્વેલરી કરતાં એવી ઍક્સેસરીઝ પસંદ કરી રહ્યા છે જે યુનિક હોવા સાથે એસ્થેટિક પણ લાગે. એવા સમયમાં વૉટર ડ્રૉપ્લેટ રેઝિન જ્વેલરી યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. પારદર્શક રેઝિનમાંથી બનેલી આ જ્વેલરી દેખાવમાં એટલી આકર્ષક લાગે છે કે જાણે પાણીનાં સાચાં ટીપાંને જ જ્વેલરીમાં કેદ કરી દેવામાં આવ્યાં હોય.
આ જ્વેલરી ખાસ કરીને ‘ડ્યુ ડ્રૉપ’ એસ્થેટિકથી પ્રેરાયેલી છે. સવારના સમયે પાંદડાંઓ પર દેખાતાં ઝાકળનાં ટીપાંની પારદર્શકતા અને નાજુક સુંદરતાને રેઝિન દ્વારા રીક્રીએટ કરવામાં આવે છે. નેકલેસ, ઇઅર-રિંગ્સ, રિંગ્સ અને પેડન્ટ્સમાં વૉટર ડ્રૉપ્લેટ ઇફેક્ટ ખૂબ જોવા મળે છે. એની ક્રિસ્ટલ ક્લિયર ફિનિશ અને ગ્લૉસી ટેક્સ્ચર એને ખૂબ એલિગન્ટ લુક આપે છે.
ADVERTISEMENT
આ ટ્રેન્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે એ મિનિમલ હોવા છતાં ખૂબ જ આકર્ષક લાગે છે. આજકાલ લેસ ઇઝ મોર ફૅશન-ટ્રેન્ડમાં સિમ્પલ પરંતુ આર્ટિસ્ટિક ઍક્સેસરીઝ વધુ પસંદ કરવામાં આવે છે. વૉટર ડ્રૉપ્લેટ રેઝિન જ્વેલરી આ ટ્રેન્ડને પર્ફેક્ટ્લી મૅચ કરે છે. ખાસ કરીને વાઇટ શર્ટ્સ, સૅટિન ડ્રેસિસ, પેસ્ટલ આઉટફિટ્સ અને મોનોક્રોમ લુક્સ સાથે આ જ્વેલરી ખૂબ ક્લાસી લાગે છે.
આ જ્વેલરી લાઇટવેઇટ હોવાને કારણે રોજિંદા ઉપયોગ માટે પણ કમ્ફર્ટેબલ માનવામાં આવે છે. ઘણા લોકો ઓવરસાઇઝ્ડ અથવા હેવી જ્વેલરી કરતાં સટલ અને ઈઝી ટુ કૅરી ઍક્સેસરીઝ પસંદ કરે છે એટલે રેઝિન ડ્રૉપ્લેટ જ્વેલરી યંગ જનરેશનમાં વધુ લોકપ્રિય બની રહી છે.
ઘણા આર્ટિસ્ટ હવે રેઝિન જ્વેલરીમાં સુકાયેલાં ફ્લાવર્સ, ગ્લિટર, પર્લ્સ અથવા શેલ્સ જેવાં એલિમેન્ટ્સ ઉમેરે છે જેથી દરેક પીસ અલગ અને આર્ટિસ્ટિક લાગે. એટલે હવે આ જ્વેલરી માત્ર ઍક્સેસરી નહીં પરંતુ વેરેબલ આર્ટ તરીકે પણ ઓળખ મેળવતી જઈ રહી છે.
વૉટર ડ્રૉપ્લેટ રેઝિન જ્વેલરીની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે એમાં પ્રકૃતિથી પ્રેરિત સુંદરતા જોવા મળે છે. આજકાલ લોકો ફૅશનમાં પણ શાંતિ, કોમળતા અને નૅચરલ એસ્થેટિક્સ શોધી રહ્યા છે. વૉટર ડ્રૉપ્લેટ ડિઝાઇન્સ એ જ ફીલ આપે છે : સિમ્પલ, એલિગન્ટ અને આંખોને સુકૂન.
