Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફાયર-બ્રિગેડના કાફલામાં સામેલ થશે સૌથી લાંબી સીડી

ફાયર-બ્રિગેડના કાફલામાં સામેલ થશે સૌથી લાંબી સીડી

Published : 02 June, 2026 09:24 AM | Modified : 02 June, 2026 09:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૪ મીટર ઊંચી સીડીથી ૩૪ માળ સુધી પહોંચશે ફાયર-ફાઇટર્સ

ફાયર વૅન

ફાયર વૅન


મુંબઈની સ્કાયલાઇન સતત ઊંચાઈ તરફ આગળ વધી રહી છે ત્યારે એની સુરક્ષા માટે મુંબઈની ફાયર-બ્રિગેડ પણ પોતાની ક્ષમતા બમણી કરવા જઈ રહી છે. ફાયર-બ્રિગેડે એના કાફલામાં ૧૦૪ મીટર લાંબી ટર્નટેબલ લૅડર (ગોળ ફરી શકતી સીડી) સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સીડી સામેલ થતાં જ એ ફાયર-બ્રિગેડના કાફલાની સૌથી ઊંચી સીડી બની જશે.

આ નવો પ્રસ્તાવ BMC દ્વારા ૨૦૧૫માં ખરીદવામાં આવેલી અગાઉની સૌથી ઊંચી ૯૦ મીટરની એરિયલ પ્લૅટફૉર્મ સીડીના અંદાજે એક દાયકા પછી આવ્યો છે. સીડીની પ્રસ્તાવિત ઊંચાઈ ૧૦૪ મીટર છે અને એ અંદાજે ૩૪ માળ ઊંચી ઇમારતો સુધી પહોંચી શકશે. 



નવી ખરીદવામાં આવનારી ૧૦૪ મીટરની સીડીમાં અદ્યતન હાઇડ્રોલિક સિસ્ટમ અને સહેલાઈથી સંકોચાઈ તેમ જ વિસ્તરી શકે એવું એરિયલ પ્લૅટફૉર્મ હશે. આ સીડી મુંબઈનાં ૬ કમાન્ડ સેન્ટરોમાંથી વ્યૂહાત્મક રીતે યોગ્ય જગ્યાએ તહેનાત કરવામાં આવશે જેથી પશ્ચિમ કે પૂર્વ ઉપનગરોમાં ગમે ત્યાં આગ લાગે તો ઓછામાં ઓછા સમયમાં રાહત પહોંચાડી શકાય.


અત્યારે ૯૦ મીટર લાંબી એક સીડી માત્ર હેડક્વૉર્ટરમાં જ છે

અત્યારે ફાયર-બ્રિગેડ પાસે રહેલી ૯૦ મીટરની સીડી માત્ર ભાયખલામાં આવેલા હેડક્વૉર્ટરમાં જ છે. મુંબઈના કોઈ દૂરના વિસ્તારમાં હાઇરાઇઝ ઇમારતમાં મોટી આગ લાગે ત્યારે ભાયખલાથી ૯૦ મીટરની સીડીને ઘટનાસ્થળે પહોંચાડવામાં ઘણો સમય વીતી જાય છે, જે કટોકટીની પળોમાં અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.


પનવેલમાં પાર્ક કરેલી CNG કાર ભડભડ સળગી

પનવેલમાં આવેલી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ની ઑફિસની બહાર પાર્ક કરેલી એક CNG કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું વાહન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. CNG ગૅસ હોવાને કારણે આખી કાર ભડભડ સળગવા લાગી હતી. સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે કારની અંદર કોઈ હાજર નહોતું એટલે મોટી જાનહાનિ ટળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK