જમવાના અડધો કલાક પહેલાં વિનેગર પાણીમાં મિક્સ કરીને પીવાથી આવા ફાયદા થાય છે એવો ટ્રેન્ડ ગ્લોબલી વાઇરલ થઈ રહ્યો છે ત્યારે એક્સપર્ટ પાસેથી જાણી લઈએ કે વાતમાં કેટલું તથ્ય છે
પ્રતીકાત્મક તસવીર
વિનેગર સ્કૂલના વિદ્યાર્થીઓની ભાષામાં ઍસિટિક ઍસિડ અને રસોઈમાં ઉપયોગ કરનારા લોકો માટે સરકો કે સરકા તરીકે જાણીતો છે. અલગ-અલગ પ્રકારના વિનેગર માર્કેટમાં ઉપલબ્ધ છે જે ચંપલ સાફ કરવાથી લઈને સ્કિન-કૅર માટે એમ અઢળક રીતે વપરાય છે. આજે માર્કેટમાં વિવિધ બ્રૅન્ડના વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી બનાવેલા વિનેગર મળી રહે છે. એમાં જૅપનીઝ વિનેગરનો ડ્રિન્ક એટલે કે પીણા તરીકે ઉપયોગ કરે છે અને વિનેગર ડ્રિન્કને તેઓ તેમની બેદાગ અને ફ્લોલેસ ત્વચાનું કારણ માને છે. એને કારણે આ ટ્રેન્ડ ટિક-ટૉક પર વાઇરલ થઈ રહ્યો છે. લોકો જાણકારી વગર આ ટ્રેન્ડ અનુસરવાનું શરૂ કરે એ પહેલાં એક્સપર્ટની સલાહ લઈએ.