બ્લાઉઝ ઍક્સેસરીઝનો ઑપ્શન ટ્રાય કરો અને જુઓ કેવી કમાલ સર્જાય છે
બ્લાઉઝ ડિઝાઈન
સાડીની બદલાતી ફૅશન સાથે બ્લાઉઝની ડિઝાઇનમાં પણ ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આજકાલ બ્લાઉઝનો લુક એન્હૅન્સ કરવા માટે ઍક્સેસરીઝનો યુઝ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. એક સમયે બ્લાઉઝમાં ઍક્સેસરીઝના નામે લટકણનો યુઝ થતો; પણ આજકાલ માર્કેટમાં પર્લ, સ્ટોનના મલ્ટિલેયરનાં બ્લાઉઝ બ્રોચની ખૂબ બોલબાલા છે.
મલ્ટિપર્પઝ ઉપયોગ
ADVERTISEMENT
બ્લાઉઝ ઍક્સેસરીઝના વધતા જતા ટ્રેન્ડ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર દીપા શાહ કહે છે, ‘તમારી હેવી સાડી સાથે જે બ્લાઉઝ હોય એ નૉર્મલ સિવડાવ્યું હોય અથવા તો ડિઝાઇનર બ્લાઉઝ સિવડાવવા માટે તમે વધુ પૈસા ખર્ચ ન કરવા ઇચ્છતા હો તો એવા કેસમાં તમે બ્લાઉઝ ઍક્સેસરીને ખરીદીને બ્લાઉઝમાં અટૅચ કરી શકો છો. બીજું એ કે આપણે કોઈ સાડી માટે સારી ડિઝાઇનનું બ્લાઉઝ સિવડાવ્યું હોય તો તમે એને ફક્ત એ સાડી સાથે જ પહેરી શકો, પણ તમે એક વાર જો બ્લાઉઝ બ્રોચ ખરીદી લો તો એને અલગ-અલગ બ્લાઉઝ સાથે અટૅચ કરીને પહેરી શકો. ઘણી વાર એવું પણ થાય કે આપણે છેલ્લી ઘડીએ કોઈ ફંક્શનમાં જવાનું થાય અને છેલ્લી ઘડીએ એટલો સમય ન બચ્યો હોય કે ડિઝાઇનર બ્લાઉઝ સિવડાવવા બેસો તો તમે નૉર્મલ બ્લાઉઝ સિવડાવીને એના પર બ્લાઉઝ જ્વેલરી લગાવી દો તો તમારા બ્લાઉઝને એક સારો હેવી લુક મળી જાય.’
કઈ-કઈ રીતે પહેરી શકાય?
બ્લાઉઝ ઍક્સેસરીઝ ખૂબ વર્સેટાઇલ હોય છે, કારણ કે તમે એને તમારી રીતે સ્ટાઇલ કરી શકો અને વિવિધ આઉટફિટ્સ સાથે પણ પહેરી શકો. આ વિશે વાત કરતાં દીપા શાહ કહે છે, ‘તમે બ્લાઉઝ બ્રોચને તમારી ઇચ્છા મુજબ અલગ-અલગ રીતે અટૅચ કરી શકો, જેમ કે તમે ઇચ્છો તો બ્લાઉઝની બૅક સાઇડમાં વચ્ચોવચ કે સાઇડમાં લગાવી શકો. એ સિવાય તમે આગળના ભાગે સાડીનો જે પાલવ હોય એના પર પણ ખભાથી લઈને નીચે કમર સુધી ક્રૉસમાં પહેરી શકો. સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હોય અને તમને હાથ બહુ ખુલ્લા-ખુલ્લા લાગતા હોય તો તમે બાવડાં પર ચેઇનવાળું બ્રોચ પહેરી શકો. બ્રોચને તમે બ્લાઉઝમાં જ યુઝ કરી શકો એવું નથી, તમે એને અલગ-અલગ આઉટફિટ સાથે પણ પહેરી શકો. જેમ કે તમે એને તમારી કુરતી કે ડ્રેસ સાથે ટ્રાય કરી શકો.’
માર્કેટમાં તમને જોઈએ એવી ડિઝાઇનનાં મલ્ટિલેયરનાં બ્લાઉઝ બ્રોચ મળી જશે જેને તમે બ્લાઉઝની બૅક સાઇડમાં અટૅચ કરી દો એટલે ઇન્સ્ટન્ટ્લી તમારા બ્લાઉઝને એલિગન્ટ લુક મળી જશે. આ બ્રોચને તમે સાડી, કુરતી પર પણ વિવિધ સ્ટાઇલમાં લગાવીને તમારા ઓવરઑલ લુકને અપલિફ્ટ કરી શકો છો