Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વેપારીઓને તહેવારોમાં રાહત

વેપારીઓને તહેવારોમાં રાહત

Published : 14 October, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ આ‍ૅક્ટોબરથી નહીં પણ દિવાળી પછી લાગુ થશે UPI પેમેન્ટ્સ પર MDR, ફેસ્ટિવલ સીઝનને લઈને લેવામાં આવ્યો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ ગઈ કાલે એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે એણે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર લેવામાં આવનારો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ૧૫ ઑક્ટોબરથી લાગુ કરવાને બદલે દિવાળીના તહેવાર બાદ નવેમ્બરના બીજા સપ્તાહ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. NPCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે UPI અને સર્વિસ વિશેની સ્ટીઅરિંગ કમિટીએ ​​નિર્ણય લીધો છે કે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) UPI વ્યવહારો પર MDR દિવાળી પછી લાગુ કરવામાં આવશે જેની અલગથી

જાહેરાત કરવામાં આવશે.



આ નિર્ણયથી લાખો નાના અને મોટા વેપારીઓને નોંધપાત્ર રાહત થઈ છે જેઓ ડિજિટલ પેમેન્ટ પર સંભવિત ચાર્જ વિશે ચિંતિત હતા.
UPI સ્ટીઅરિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે વિવિધ પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને આ ગુરુવારથી MDR લાગુ કરવાના સંદર્ભમાં તહેવારોની મોસમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NPCI દેશના અગ્રણી ડિજિટલ પેમેન્ટ્સ પ્લૅટફૉર્મ UPIનું સંચાલન કરે છે.
વેપારી સંગઠનો, ફિનટેક અને પેમેન્ટ કંપનીઓએ NPCIને આ અમલીકરણ મુલતવી રાખવાની વિનંતી કરી હતી. તેમણે તહેવારોની સીઝન દરમ્યાન વેચાણ પૂર્વે ગ્રાહકોના સેન્ટિમેન્ટ વિશેની ચિંતાઓ તેમ જ વિવિધ MDR દરો, નીતિઓ અને વિવિધ UPI વ્યવહારો પર એની લાગુ પડવાની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
ગયા મહિને UPI સ્ટીઅરિંગ કમિટીએ ૨૦૦૦ રૂપિયાથી વધુના વ્યવહારો માટે UPI MDRને ૦.૪ ટકા અથવા ૪૦ બેઝિસ પૉઇન્ટ્સ પર નિર્ધારિત કર્યું હતું. MDR એ ડિજિટલ પેમેન્ટ્સની પ્રક્રિયા કરવા બદલ વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી છે. ૦.૪ ટકાની આ ફીનો અર્થ એ છે કે ખર્ચવામાં આવતા દરેક ૨૦૦૦ રૂપિયા પર ૮ રૂપિયા અથવા UPI દ્વારા ચૂકવવામાં આવતા દરેક ૧૦,૦૦૦ રૂપિયા પર ૪૦ રૂપિયા લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK