Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નેઇલ-આર્ટમાં ડાયટ કોક નેઇલ્સનો ટ્રેન્ડ

નેઇલ-આર્ટમાં ડાયટ કોક નેઇલ્સનો ટ્રેન્ડ

Published : 23 March, 2026 02:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે માત્ર મેકઅપ કે આઉટફિટ્સ જ નહીં પણ નખ પર પણ અવનવા પ્રયોગ થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અત્યારે ડાયટ કોક નેઇલ્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તમારા ફેવરિટ સૉફ્ટ ડ્રિન્કના કૅન જેવી શાઇન અને ટેક્સ્ચર નખ પર ઉતારતા આ ટ્રેન્ડની છણાવટ કરીએ

ડાયટ કોક  નેઇલ્સ

ડાયટ કોક નેઇલ્સ


ફૅશન-વર્લ્ડમાં ક્યારે શું વાઇરલ થાય એ કહેવું મુશ્કેલ છે. અત્યારે ઇન્ટરનેટ પર જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે એ ડાયટ કોક નેઇલ-આર્ટ છે. ડાયટ કોક જેવા દેખાતા ટેક્સ્ચર જેવા નેઇલ્સ અત્યારે યુવતીઓની પસંદ બની ગયા છે. આ ટ્રેન્ડનો મૂળ વિચાર ડાયટ કોકના કૅન અને એ ઠંડા પીણાના ટેક્સ્ચર પરથી લેવામાં આવ્યો છે. ડાયટ કોકનું પૅકેજિંગ સિલ્વર, લાલ અને કાળા રંગનું હોય છે; પરંતુ આ આર્ટમાં માત્ર રંગો જ મહત્ત્વના નથી. ડાયટ કોકને ગ્લાસમાં રેડતી વખતે જે પરપોટા અને ફીણ વળે છે એને નખ પર આબેહૂબ ઉતારવામાં આવે છે. આ એક પ્રકારની મેટલિક અને થ્રી-ડી ઇફેક્ટ છે જે જોતાં જ ઠંડકનો અહેસાસ કરાવે છે. જો તમે આ ઉનાળામાં કંઈક નવું અને કૂલ ટ્રાય કરવા માગતા હો તો આ ટ્રેન્ડ ચોક્કસ તમારા માટે છે.

લેટ્સ ડીકોડ



મેટલિક બેઝ : ડાયટ કોકનું કૅન સિલ્વર હોય છે. એટલે નખ પર સૌથી પહેલાં ક્રોમ અથવા સિલ્વર બેઝ લગાવવામાં આવે છે. આનાથી નખને પેલી ચળકતી ઍલ્યુમિનિયમ જેવી ફિનિશ મળે છે.
ફિઝી ટેક્સ્ચરઃ આ ટ્રેન્ડનું સૌથી આકર્ષક પાસું છે. નખ પર જેલ પૉલિશની મદદથી નાના-નાના ડ્રૉપ્સ બનાવવામાં આવે છે. આ ડ્રૉપ્સ એવાં લાગે છે જાણે હમણાં જ ફ્રિજમાંથી કાઢેલી ઠંડી બૉટલ પર પાણીનાં ટીપાં બાઝ્યાં હોય.


કલર પૅલેટ: સિલ્વરની સાથે ક્લાસિક રેડ અને બ્લૅકનો ઉપયોગ કરીને ડાયટ કોકની બ્રૅન્ડ આઇડેન્ટિટી ક્રીએટ કરવામાં આવે છે. કેટલાક લોકો આખા નખ પર લિક્વિડ ટેક્સ્ચર આપે છે તો કેટલાક માત્ર ફ્રેન્ચ ટિપ્સ પર આ પ્રયોગ કરે છે.

કેવા પ્રસંગે આવી નેઇલ-આર્ટ સારી લાગે?


ડાયટ કોક નેઇલ્સ એક એવો ટ્રેન્ડ છે જે બોલ્ડ પણ છે અને મિનિમલિસ્ટ પણ. આ સ્ટાઇલ એની સિલ્વર ક્રોમ ફિનિશ અને વૉટર ડ્રૉપ્લેટ ઇફેક્ટને કારણે ખૂબ જ વર્સટાઇલ છે. આ ટ્રેન્ડની મૂળ વાઇબ જ રિફ્રેશિંગ છે. ઉનાળાની ગરમીમાં જ્યારે તમે પૂલસાઇડ પર હો અથવા બીચ પર વેકેશન એન્જૉય કરતા હો ત્યારે નખ પરનાં આ ફિઝી ડ્રૉપ્સ ખૂબ જ કૂલ અને હાઇડ્રેટિંગ લુક આપે છે. એ સૂર્યના પ્રકાશમાં ગ્લૉસની જેમ ચમકે છે.

ડાયટ કોક નેઇલ્સમાં રહેલી મેટલિક અને સિલ્વર ઇફેક્ટ રાતના સમયે લાઇટ્સમાં ખૂબ સુંદર લાગે છે. જો તમે કોઈ મ્યુઝિક ફેસ્ટિવલ કે પાર્ટીમાં જઈ રહ્યા હો જ્યાં તમારે થોડું એજી દેખાવું હોય તો આ ટ્રેન્ડ બેસ્ટ છે.

જો તમે કોઈ ક્રીએટિવ ફીલ્ડમાં છો જેમ કે ઍડ્વર્ટાઇઝિંગ, ફૅશન કે માર્કેટિંગ તો આ નેઇલ-આર્ટ તમારા પ્રોફેશનલ લુકમાં એક ક્રીએટિવ એજ ઉમેરે છે. એ બહુ લાઉડ નથી, પણ છતાં ધ્યાન ખેંચે એવું ક્લાસી લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK