Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > દુષ્ટતાને દંડનારી સત્તા જ્યારે ઝળકી ઊઠે ત્યારે ક્રાન્તિ આવે

દુષ્ટતાને દંડનારી સત્તા જ્યારે ઝળકી ઊઠે ત્યારે ક્રાન્તિ આવે

Published : 03 February, 2026 01:22 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

થોડા જ દિવસો અગાઉ હરિયાણા પોલીસે એક સખ્ત કારવાઈ કરીને નમૂનેદાર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડિજિટલ મીડિયાના બેરોકટોક ફેલાવા અને યુવાધનને લાગેલું એનું ઘેલું તો બધે ચર્ચામાં છે જ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


સત્તા ક્યારે શોભી ઊઠે? સારા કામને પ્રોત્સાહન આપતી સત્તા શોભી ઊઠે. ખરાબ કામ પર રોક લગાવતાં સત્તા ઝળકી ઊઠે. તાજેતરમાં આવી એક ઝળકી ઊઠેલી સત્તાની વાત કરીએ તો દેશની હરિયાણા સ્ટેટ પોલીસની યાદ આવે.

થોડા જ દિવસો અગાઉ હરિયાણા પોલીસે એક સખ્ત કારવાઈ કરીને નમૂનેદાર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડિજિટલ મીડિયાના બેરોકટોક ફેલાવા અને યુવાધનને લાગેલું એનું ઘેલું તો બધે ચર્ચામાં છે જ. એની ખરાબ અસર સામે પગલાં ભરવાની માગ પણ ઊઠે છે. હરિયાણા પોલીસે આ કાર્ય કરી દેખાડ્યું છે. ગૅન્ગસ્ટર કલ્ચરને અને ઘાતક શસ્ત્રોના વપરાશને ઉતેજન આપતી લગભગ ૬૭ જેટલી કન્ટેન્ટને ડિજિટલ પ્લૅટફૉર્મ પરથી દૂર કરાઈ છે. આ કન્ટેન્ટ યુટ્યુબ, સ્પૉટિફાય, ઍમૅઝૉન, ગાના, જિઓ જેવાં પ્લૅટફૉર્મ પર વહેતી મુકાયેલી.



હરિયાણા સ્ટેટ પોલીસના IPS મહાનિર્દેશક અજય સિંઘલે આ વિશેનાં કારણો પણ જણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આવી કન્ટેન્ટ દેશના યુવાધનને અશ્લીલતા, નશાખોરી, અપરાધ, ગનકલ્ચર તરફ પ્રેરિત કરે છે; એટલે એક સોશ્યલ પૉલિસીના ભાગરૂપે ડિજિટલ પ્લૅટફૉર્મ પર મૉનિટરિંગ કરતાં અમને જે આવી કન્ટેન્ટ જણાઈ એને અમે દૂર કરી છે.


કલાકારો જ્યારે સેલિબ્રિટી સ્ટેટસને પ્રાપ્ત કરી લે છે પછી તે ઇન્ફ્લુએન્સર બનીને યુવા માનસ પર ઊંડી અસર ઊભી કરી દે છે. સાઇકોલૉજીનો નિયમ પણ છે કે તમે જે જુઓ છો એ કરવા પ્રેરિત થાઓ છો. અગાઉ પણ કેટલાક પૉપ્યુલર કૉમેડિયન્સને અશ્લીલ કન્ટેન્ટ ફેંકતાં હોવાના કારણે સુપ્રીમ કોર્ટે ખખડાવી નાખ્યા હતા.

અજય સિંઘલે યુવાનોને એક ઇમોશનલ અપીલ કરતાં ત્યાં સુધી કહ્યું કે જે ઇન્ફ્લુએન્સર્સ સમાજમાં અશ્લીલતા, નશાખોરી, હિંસા, વ્યસન, વિમેન ડીગ્રેડેશન જેવા વિવિધ અપરાધો તરફનો ઢાળ આપતા હોય કે એવી કોઈ મૂવીઝ બની હોય એનાથી બચતા રહે. આવી કોઈ અપરાધ જાળમાં ન ફસાતાં પોતાની પ્રતિભાને દેશહિત, સામાજિક સભ્યતાની જાળવણી વગેરેમાં વાપરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. મુદ્દો અહીં મુકાયેલા પ્રતિબંધ કરતાં પણ વધારે તો સત્તાએ દાખવેલી જાગરૂકતાનો છે.


ગુટકા-સિગારેટ કૅન્સરકારક હોવાથી સ્ટૅચ્યુટરી વૉર્નિંગ છાપવી અનિવાર્ય બનાવી દેવાઈ છે પણ અશિક્ષિત કે અલ્પશિક્ષિત એ સમજી ન શકે એમ અંગ્રેજીમાં છપાય છે. સાવ જ બિનઅસરકારી જાહેરાતને ક્યાંય ચાવી જાય છે કહેવાતા સુપરસ્ટાર્સ દ્વારા, દરેક ક્રિકેટ-મૅચમાં ફેંકાતા દડા જેટલી વાર આવે એટલી વાર ટીવી પર આ કન્ટેન્ટને બેશરમીથી પ્રમોટ કરનારી કલરફુલ જાહેરખબરો, જે અભણ પણ સમજી શકે છે. સત્તા સક્રિય થશે ખરી?

ઘણા ઓછા જાણે છે કે આ દેશમાં ASCI (ઍડ્વર્ટાઇઝમેન્ટ સ્ટાન્ડર્ડ્‍સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા) નામનું એક સત્તાતંત્ર છે જ્યાં કમ્પ્લેઇન્ટ થતાં અશ્લીલ, ગેરમાર્ગે દોરનારી કે અપ્રામાણિક જાહેરખબરોને દૂર કરાવી શકાય છે.

જરૂર છે સત્તાએ જાગરૂકતા દાખવવાની, સત્તા જાગે ત્યારે જ અપરાધો ભાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 01:22 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK