મોટા ભાગના વાચકોનો જવાબ ‘ના’ હશે, કારણ કે દ્વાપરયુગમાં ભોલેનાથ અહીં સ્વયંભૂ શિવલિંગરૂપે પ્રગટ થયા છે એ કથા વિશે આપણને જાણ જ નથી
તીર્થાટન
મનકામેશ્વર મંદિર
આગરાનો ઇતિહાસ ફંફોસીએને તો પંદરમી સદીમાં સિકંદર લોધીએ એની સ્થાપના કરી હતી અને પછી અકબરે એને ડેવલપ કર્યો હતો. એ પછી ફલાણા મુગલ શાસક ને ઢીંકણા મોગલે એના પર રાજ કર્યું. બાબર, હુમાયુ, શાહજહાં, ઔરંગઝેબ તેમજ કંઈકેટલાય મુગલ નવાબોનાં જનમ-મરણ અને સિદ્ધિઓ વર્ણવતું દુનિયાભરનું જ્ઞાન પુસ્તકોમાં, ગૂગલમાં અવેલેબલ છે, પરંતુ મુગલકુળના બાપદાદાઓ અહીં આવ્યા એ પહેલાં આગરાની ધરતીનું કનેક્શન શ્રીકૃષ્ણ સાથે, મહાભારત સાથે છે એ વિશે આપણે ભૂલી ગયા છીએ અથવા ભુલાવી દેવામાં આવ્યું છે. એમાંય હદ તો ત્યાં થઈ કે આપણે ઘેલા થઈને તાજમહલ જોવા દોડી જઈએ છીએ, હોંશે-હોંશે આગરાનો કિલ્લો જોઈએ છીએ અને ત્યાંથી સાવ ઢૂંકડા આવેલા પુરાણકાલીનથીયે પ્રાચીન આપણા શિવાલયે જતા જ નથી.