કવિવારની આજની શ્રેણીમાં આપણા ડાયસ્પોરા સર્જકોની નવી પેઢીમાં સુંદર કવિતાકર્મ કરનારાં મોના નાયકની રચનાઓ માણવી છે. ન્યુ જર્સીમાં રહેતાં મોના નાયક આશાસ્પદ નામ છે. ગઝલ, ગીતો, અછાંદસમાં તેઓએ કલમ ચલાવી છે. નવા જ રદીફ અને કાફિયાની આંગળી પકડીને મોના નાયકે ભાવસભર `ઊર્મિ`ઓને વ્યક્ત કરી છે. ભાષાની સરળતા અને લાઘવતા એ એમનાં કાવ્યોની વિશેષતા છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
27 January, 2026 12:03 IST | Mumbai | Dharmik Parmar