જાણીતા ગુજરાતી લેખક, ભાષાશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી બાબુ સુથાર વિદેશમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવી રહ્યા છે. તેમણે વાર્તાલાપના વર્ગખંડો અને વિદ્યાર્થીઓ તેને કેવી રીતે વિચારવા મજબૂર કરે છે તે વિશેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા છે. તેમણે ભારતમાં શિક્ષણ નીતિ, શિક્ષણ પદ્ધતિ અને ભાષા તરીકે ગુજરાતીની કેવી રીતે કાળજી લેવામાં આવતી નથી તેના મુદ્દાઓ પર તેમના મંતવ્યો શેર કર્યા છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં તેમની પસંદ-નાપસંદ વિશે વાતો કરે છે અને તેમની સર્જનાત્મક યાત્રા વિશે પણ તેમણે અહીં વાત કરી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથેની વાતચીતના બીજા ભાગમાં ભાષાની બિનરેખીયતા શું છે તે જાણો નિષ્ણાત પ્રૉ. બાબુ સુથાર પાસેથી.
જાણીતા લેખક, ભાષાશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી બાબુ સુથારે મુશ્કેલીઓને એવી રીતે જોઈ છે જે કોઈપણ વ્યક્તિને હચમચાવી નાખે. પરંતુ ભાષા અને લેખન પ્રત્યેનો તેમનો પ્રેમ માત્ર તેમના વ્યક્તિગત ગ્રોથ તરફ દોરી જતો નથી પરંતુ તે ઘણાં વિદ્યાર્થીઓના જીવનમાં પણ પરિવર્તન લાવી શકે છે કારણ કે તેઓ એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે બહાર આવ્યા. બાબુ સુથાર એક એવા શિક્ષક છે જે બીજાઓને વિચારવા, પ્રશ્ન કરવા અને તેમના જવાબો જાતે જ શોધવા માટે લોકોને ઘડે છે. બાબુ સુથારે પોતાના કામ અને જીવન પર સુરેશ જોશીનો પ્રભાવ કઈ રીતે પડે છે તે વિશે ઘણી વાતો કરે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ ખાસ વાતચીતમાં તેઓ ભાષા શીખવવાની તેમની થિયરીને પણ યોગ્ય રીતે સમજાવે છે.
જાણીતા ગુજરાતી લેખક મધુ રાય વાર્તા લેખનના વ્યાકરણ વિશે કેટલીક સલાહ આપે છે જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતી ભાષામાં સાચી જોડણીનું શું મહત્વ છે. સર્જનાત્મક સ્તરે કામ કરતી વખતે વ્યક્તિ તરીકે પોતાની જાતને કેવી રીતે સર્જન કરતાં દૂર રાખવી જરૂરી થઈ પડે છે. તેની સાથે જ સારી ટૂંકી વાર્તા લખવા માટે શું મહત્વનું છે. આવી કેટલીય મહત્વની વાતો તેમણે વાર્તા લેખનના યાંત્રિક વ્યાકરણનું ઉદાહરણ આપીને સમજાવી છે. મધુ રાયે તેમની જાણીતી નવલકથા કિમ્બલ રેવેન્સવુડ અને તે જ રાશિચક્રની રમત વિશે વાત કરી છે. તેણે કહ્યું કે શામાટે વાસ્તવિક જીવનમાં તેમના કોઈપણ પાત્ર કેમ ક્યારેય જોવા નહીં મળે?
ગુજરાતી સાહિત્યના પ્રેમી અને સાહિત્ય રસિકો માટે મધુ રાયનું નામ અજાણ્યું નથી. યુએસએ સ્થાયી થયેલા ગુજરાતી લેખક અને નાટ્યકાર તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ ભારત યાત્રા દરમિયાન તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે અનેક વિષયો પર મન મૂકીને વાત કરી. આ 2-ભાગની વાતચીતમાં તેમણે સફર, પાત્રો, તેમની પસંદ અને નાપસંદ, તેમના જીવનમાં આવેલી સ્ત્રીઓ વિશે વિસ્તારથી વાત કરી. મધુ રાયે એ વાતનો ખુલાસો પણ કર્યો કે તે શા માટે હવે વધુ લખવા ઉત્સુક નથી. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂનો પહેલો ભાગ.
લેખક યોગી ત્રિવેદી (Yogi Trivedi)ના મૂળ અમદાવાદમાં છે પણ તેમનો જન્મ અને ઉછેર ન્યૂ યોર્ક, યુએસએમાં થયો છે. સ્વામી નારાયણ સંપ્રદાયના ગુરૂ (Swami Narayan Sect) પ્રમુખ સ્વામી મહારાજ (Pramukh Swami)ની સામે અને સાથે તેમનો ઉછેર થયો છે. પોતાના આધ્યાત્મિક ગુરુને ગુરુ દક્ષિણા આપતા હોય એ રીતે તેમણે એક પુસ્તક લખ્યું છે, `ઇન લવ, એટ ઇઝ - એવ્રીડે સ્પિરિચ્યુઆલિટી વિથ પ્રમુખ સ્વામી` (“In Love, At Ease - Everyday Spirituality with Pramukh Swami”). ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે આ પુસ્તક વિશે, આધ્યાત્મ અને ધાર્મિકતા વચ્ચેની પાતળી ભેદરેખા વિશે અને પુસ્કત લખીને પોતે શું મેળવ્યું તે વિશે વાત કરી છે.
મુઘલ-એ-આઝમ(Mughal-e-Azam) ફિલ્મ એક એવો માઇલસ્ટોન છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. થિએટર ડાયરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને (Feroz Abbas Khan) કે આસિફ (K Asif) ના આ મ્યુઝિકલ માસ્ટરપીસને મંચ પર ઉપાડવાનું બીડું ઝડપ્યું અને અફલાતુન સર્જન કર્યું. આ નાટક પેન્ડામિક બાદ સેકન્ડ સિઝનમાં ફરી રજુ થઇ રહ્યું છે ત્યારે જોઇએ ડાયરેક્ટર અને કલાકારો પોતાના આ સર્જન સાથે જોડાયેલી કઇ વાતોને માને છે ખાસ.
સિતાંશુ યશ્ચચંદ્ર (Sitanshu Yashaschandra)એટલે ઘેરો અને જટાયુ જેવી રચનાઓનાં સર્જક. પ્રબોધ પરીખ (Prabodh Parikh) સાથે તેમની દોસ્તી દાયકાઓ જુની છે. સાહિત્ય એકેડેમી દિલ્હીના નેજા હેઠળ પ્રબોધ પરીખે સિતાંશુ યશ્ચચંદ્ર પર એક વિશેષ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી જેનું સ્ક્રીનિંગ કાંદિવલી બાલભારતી ખાતે કરાયું. આ પછી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સિતાંશુ યશ્ચચંદ્ર અને પ્રબોધ પરીખ સાથે વિશેષ વાર્તાલાપ કર્યો, જાણો શબ્દો અને ચિહ્નો વચ્ચે રચાયેલી ફ્રેમ્સની વાતો.
દેવદત્ત પટ્ટનાયકે (Devdutt Pattanaik) ધર્મ પર જેટલા વિસ્તારથી લખ્યું છે તેવું ભાગ્યે જ કોઇએ લખ્યું હશે, વિશ્વ પુસ્તક દિવસ એટલે કે વર્લ્ડ બૂક ડેના રોજ તેમણે ગુજરાતી મિડ-ડે સાથે માંડી એક્સક્લુઝિવ ગોઠડી. તેમનાં પુસ્તકો, તેમની માન્યતાઓ, પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે તેમણે વિગતવાર વાત કરી. જુઓ ઇન્ટરવ્યુ.
26 April, 2021 04:53 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.