Surya Shani Yuti 2025: આ વર્ષે સૂર્ય 12 ફેબ્રુઆરી, 2025ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 14 માર્ચ સુધી આ રાશિમાં રહેશે.
શનિદેવની ફાઇલ તસવીર
Surya Shani Yuti 2025 : જ્યોતિષ શાસ્ત્રનુસાર ગ્રહોના રાજા સુર્ય દર વર્ષે રાશિ પરિવર્તન કરે છે. ત્યારે બારેબાર રાશિઓના જાતકો પર તેની અસર થતી હોય છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં તેમનું પરિવર્તન થવાનું છે તે પણ શનિ ગ્રહ સાથે યુતિ થવાની છે. આ યુતિને કારણે રાશિઓ પર તેની સારી-માઠી અસર પડી શકે છે. આ વર્ષે સૂર્ય 12 ફેબ્રુઆરી, 2025ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 14 માર્ચ સુધી આ રાશિમાં જ રહેવાના છે. એવું કહેવાય છે જો તમારી કુંડળીમાં સુર્ય શુભ હોય તો આત્મવિશ્વાસ, સફળતા, માન, પૈસા, પદ આ બધુ તમારાથી ક્યાંય છેટું નહીં જાય.
તો, આજે જાણીએ કે કઈ રાશિઓ માટે આ યુતિ (Surya Shani Yuti 2025) ફળદાયી સાબિત થવાની છે.
ADVERTISEMENT
ધનુ રાશિ - આ રાશિના જાતકોની વાત કરવામાં આવે તો, સૂર્ય આ રાશિમાં નવમા ભાવનો સ્વામી કહેવાય છે, અને જ્યારે તે શનિ સાથે યુતિ (Surya Shani Yuti 2025) કરનાર છે ત્યારે આ રાશિના લોકો માટે ઘણી હદ સુધી સુખદ પરિણામો આવી શકે છે. આ જાતકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે. જો તમે નવા કાર્યનો પ્રારંભ કરવાનું વિચારી રહ્યા છો, તો આ અનુકૂળ સમય છે. વિવાહિત જીવન પણ સુખમય રહેશે. નોકરી શોધનારાઓને નોકરી મળવાની તકો છે. વેપારમાં તમને સારો નફો મળી શકે છે.
કન્યા રાશિ - સુર્ય અને શનિની યુતિ (Surya Shani Yuti 2025) ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે જબરદસ્ત લાભ કરાવનારી સાબિત થવાની છે. તો આ રાશિના જાતકો માટે કહેવાનું થાય કે આ સમયગાળા દરમિયાન જો આ રાશિના જાતકો પરિશ્રમ ક્રે તો ઇચ્છિત સફળતા મેળવી શકે છે. નાણાકીય સ્થિતિ પણ સારી રહેવાની છે. કારકિર્દી અને વ્યવસાયમાં પણ જબરદસ્ત લાભ દેખાઈ રહ્યો છે. જીવનના દરેક પાસાંઓમાં સફળતા જ સફળતા છે. જો તમે પ્રેમ જીવન વિશે જાણવા માંગો છો તો કહી દઈએ કે શનિ અને સૂર્યના સંયોગને કારણે લવ લાઈફ પણ સારી રહેવાની છે, બસ, સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાનું સૂચવાય છે.
સિંહ રાશિ - સિંહ રાશિના જાતકો માટે પણ ફેબ્રુઆરીમાં થનારો શનિ-સૂર્યનો સંયોગ (Surya Shani Yuti 2025) લાભકારી સાબિત થવાનો છે. કોઈ સમસ્યા હશે તો તે દૂર થવાના ચાન્સીસ છે. આ રાશિના જાતકોને સંતાન પાસેથી પણ સારા સમાચાર સાંભળી શકવાના યોગ દેખાઈ રહ્યા છે. બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની વાત કરવામાં આવે તો શેર માર્કેટમાં જંગી નફો થઈ શકે છે. બાપ દાદાનો ધંધો હોય તો પણ વ્યવસાયમાં ફાયદો થવાની સંભાવના છે. બસ, વૈવાહિક જીવન અંગે થોડી સાવધાની રાખવાની જરૂર છે.
(ડિસ્ક્લેમર - આ સ્ટોરી માત્ર માહિતીપ્રધાન છે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તેની પુષ્ટિ કરતું નથી)

