Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ઘર પર રહેલો અધિકાર મૂકી દો, અધિકારો છૂટે તો વનમાં જવાની જરૂર નથી

ઘર પર રહેલો અધિકાર મૂકી દો, અધિકારો છૂટે તો વનમાં જવાની જરૂર નથી

08 May, 2024 07:03 AM IST | Mumbai
Morari Bapu

તમે બહારના લોકો સાથે કેટલા સારા ભાવ સાથે હળોભળો છો? કેવું સુંદર હસો છો? તો પછી ઘરમાં પણ એમ રહેતાં શીખોને.

મોરારી બાપુની તસવીર

માનસ ધર્મ

મોરારી બાપુની તસવીર


આજના જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે પતિ-પત્નીનું દામ્પત્યજીવન બગડતું જાય છે. માણસ ઘરની બહાર રહેશે અને કોઈ બહેન સાથે મુલાકાત થશે તો તેના સાથે આનંદમાં રહેશે. એવું જ બહેનોનું છે, બહાર કોઈ ભાઈ સાથે મુલાકાત થશે તો ખુશી-ખુશી જવાબો આપશે. તો મારું પૂછવું છે કે ઘરમાં શું તકલીફ છે? તમે બહારના લોકો સાથે કેટલા સારા ભાવ સાથે હળોભળો છો? કેવું સુંદર હસો છો? તો પછી ઘરમાં પણ એમ રહેતાં શીખોને.

પુરુષની પહેલી ફરજ છે પત્નીને પ્રેમ આપે અને એ રમતવાળો પ્રેમ નહીં, ખેલ-ખેલ વાળો પ્રેમ નહીં. ‘આઇ લવ યુ’ ને ‘આઇ મિસ યુ’ એની બધાને ખબર પડી ગઈ છે. એ બધા હવે વાસી શબ્દો થઈ ગયા છે. મને અમેરિકામાં અનુભવ થયેલો. એક પરિવારમાં ઊતરેલો ત્યારે મેં જોયું હતું. એક દિવસ ચોવીસ કલાક ત્યાં રોકાયેલો. બહુ મોટું વિશાળ મકાન. એમાં એ ઘરનો જે ગૃહસ્થ હતો તે જુવાન માણસ હતો. તેની પત્ની આમ રસોડામાંથી નીકળે ને જેવી તેની નજર પડે કે તરત જ કહે, ‘હાય ડાર્લિંગ.’ મેં ચોવીસ કલાક બસ આ જ જોયું. પાંચ-પાંચ મિનિટે, જેટલી વાર પત્ની સામે મળે કે પત્ની સાથે નજર મળે કે તરત તેના મોઢામાંથી નીકળી જાય, ‘હાય ડાર્લિંગ.’ મને થયું કે આ ચોવીસ કલાક ‘ડાર્લિંગ ડાર્લિંગ’શું છે?



પણ આપણે કોઈને ત્યાં હોઈએ ત્યારે થોડી આવી વાત પુછાય એટલે હું તો જોતો રહ્યો અને ચુપ પણ રહ્યો.
પછી એક નાના પ્લેનમાં મારે તેમની સાથે એક જગ્યાએ પ્રવચન આપવા જવાનું થયું. એ નાના પ્લેનમાં અમે બે જણ એકલા હતા એટલે મારા મનમાં પેલી વાત આવી અને મેં તેને કહ્યું, ‘તમારું દામ્પત્ય જોઈને હું રાજી થયો. તમે વાત-વાતમાં ડાર્લિંગ કરો, વાત-વાતમાં ને જ્યારે જુઓ ત્યારે. અહીંથી નીકળે ને આંખ મળી નથી કે તરત જ કીધું નથી, ‘હાય ડાર્લિંગ’. બહુ સારી વાત કહેવાય.’
તે ભાઈ મને કહે, ‘બાપુ, હવે તમારાથી શું છુપાવવું. બાપુ, અમારે જરાય બનતું નથી. આ એક જ મંત્ર એવો છે, એમાં કંઈક સરખું ચાલે છે, બાકી કાંઈ નથી.’


હવે આ કોરા શબ્દો પણ જો મંત્ર બની શકતા હોય તો ખરો ભાવ સંસારમાં પ્રસન્નતાને શા માટે ન ભરી શકે? આમ પણ પરિવારમાં એક મંત્ર હોય તો સારું. મંત્ર એટલે વિચાર, મંત્ર પરથી ‘મંત્રણા’ શબ્દ આવ્યો છે. એક જ વિચાર ઘૂમતો રહે તો ફાયદો. મંત્ર એટલે વારે-વારે આવૃત્તિ. Repeat કરો. મંત્ર એટલે વારે-વારે જેની આવૃત્તિ થાય. સ્થૂળ અર્થમાં પરિવારમાં બધાનો એક મંત્ર, એક વિચાર હોય તો પરિવાર તૂટે નહીં. ઘરમાં રહેલો તમારો અધિકાર અને મમતા બેય મૂકી દો. અધિકારો છૂટે, મમતા છૂટે તો વનમાં જવાની જરૂર નથી.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 07:03 AM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK