Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કરવા ચૌથ ૨૦૨૬ પર બની રહ્યો છે શુભ સંયોગ! કઇ રાશિઓના ભાગ્ય ખૂલશે?

કરવા ચૌથ ૨૦૨૬ પર બની રહ્યો છે શુભ સંયોગ! કઇ રાશિઓના ભાગ્ય ખૂલશે?

Published : 29 October, 2026 02:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Karwa Chauth 2026: આ દિવસે ગ્રહોની સ્થિતિને લઈને તુલા રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર આ રાજયોગની અસર કેટલીક રાશિઓના કરિયરથી માંડીને આર્થિક સ્થિતિ પર પણ અસર કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આમ તો કરવા ચૌથ (Karwa Chauth 2026)નું વ્રત પરિણીત સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે કરતી હોય છે. પરંતુ આ વર્ષના કરવા ચૌથને જ્યોતિષો વિશેષ કહી રહ્યા છે. કેમ કે આ દિવસે ગ્રહોની સ્થિતિને લઈને તુલા રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર આ રાજયોગની અસર કેટલીક રાશિઓના કરિયરથી માંડીને આર્થિક સ્થિતિ પર પણ અસર કરી શકે છે. આજે જાણીએ કે કઈ રાશિઓને આ રાજયોગને કારણે દિવાળી થવાની છે!

શું છે આ લક્ષ્મી નારાયણ રાજયોગ?



જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે બુધ અને શુક્ર એક જ રાશિ (Karwa Chauth 2026)માં આવે છે ત્યારે બનતા યોગને લક્ષ્મી નારાયણ રાજયોગ તરીકે ઓળખવામાં આવે છે. બુધ એ બુદ્ધિમત્તા, મધુર વાણી, વેપારકૌશલ્ય અને ચતુરાઇનો ગ્રહ માનવામાં આવે છે. જ્યારે ભૌતિક સુખ-સુવિધાઓ, વૈભવ, સૌંદર્ય, આકર્ષણ અને સમૃદ્ધિનો કારક છે શુક્ર. હવે જ્યારે આ બંને ગ્રહ એકસાથે આવે છે ત્યારે જે તે રાશિના જાતકોને ચાંદી જ ચાંદી થતી હોય છે. જાતકને આર્થિક સ્થિરતા મળે છે તો બિઝનેસમાં પણ પ્રગતિનો રાહ મળે છે. જ્યોતિષીય અનુસાર આ વર્ષની કરવા ચૌથે તુલા રાશિમાં બુધ અને શુક્રનો સંયોગ થતો હોઇ લક્ષ્મી નારાયણ રાજયોગ સર્જાયો છે. આ સમયગાળા દરમિયાન જાતકના અટકી પડેલાં કામ પાટે ચડતા હોય છે અને આવકના પણ નવા સોર્સ ઉદ્ભવી શકે છે. જોકે આ યોગની ખરી અસર તો જાતકની પોતાની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને દશા પર પણ આધાર રાખે છે.


કઇ ત્રણ રાશિ છે નસીબદાર?

મેષ રાશિ: કરવા ચૌથે (Karwa Chauth 2026) બની રહેલા લક્ષ્મી નારાયણ રાજયોગને લીધે આ રાશિના જાતકોને પ્રગતિના નવા રસ્તાઓ મળી શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ દ્વારા કામની પ્રશંસાથી માંડીને નવી જવાબદારી પણ મળી શકે છે. બિઝનેસમાં પણ પ્રોફિટ થાય તેવી શક્યતા છે. રાજયોગની અસરને કારણે અટવાયેલાં કામ પાટે ચડી શકે છે.


કન્યા રાશિ: આ રાશિના જાતકો માટે આ સમયગાળો આર્થિક દૃષ્ટિએ લાભકારી નીવડે તેવું જ્યોતિષઆગાહી છે. આ રાશિના જાતકોને પોઝિટિવ સમાચાર મળી શકે છે. આવકમાં વધારાથી માંડીને નોકરી-ધંધામાં પણ અનુકૂળતા વર્તાઇ રહી છે. 

તુલા રાશિ: આ રાશિમાં તો બુધ-શુક્રનો સંયોગ જ થતો હોઇ આ રાશિના જાતકોને સૌથી વધારે લાભ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. કરિયરમાં પ્રમોશનથી લઈને આવકના નવા સ્ત્રોત પેદા થાય તેવી શક્યતા છે. નવા લોકો સાથેનો સંપર્ક વ્યવસાયમાં મોટો લાભ કરાવે તેવી શક્યતા છે.

આજે કરવા ચૌથ (Karwa Chauth 2026)ને દિવસે પરિણીત સ્ત્રીઓ માટે પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે ૫.૩૮થી સાંજે ૬.૫૫ સુધીનું છે. ચંદ્રના દર્શન લગભગ રાત્રે ૮.૧૬થી ૮.૧૭ની વચ્ચે થઈ શકે છે. જોકે તેમાં ફેરફાર થઈ શકે છે.

(ખાસ નોંધઃ આ લેખમાં ઉલ્લેખિત ઉપાયો, ફાયદાઓ, સલાહ અને નિવેદનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અહીં કરવામાં આવેલા દાવાઓને સમર્થન કે માન્યતા આપતું નથી. પ્રસ્તુત માહિતી જ્યોતિષીઓ, પંચાંગો, પ્રવચનો, માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને લોકવાયકાઓ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ માહિતીને સંપૂર્ણ સત્ય અથવા ચોક્કસ દાવા તરીકે ન ગણે અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.)

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK