Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કરવા ચૌથની ખરીદી કરવા ગયેલી મહિલાને ટ્રકે ટક્કર મારી

કરવા ચૌથની ખરીદી કરવા ગયેલી મહિલાને ટ્રકે ટક્કર મારી

Published : 11 October, 2025 03:19 PM | Modified : 11 October, 2025 03:22 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, હૃદય રસ્તા પર પડીને ધડકતું રહ્યું

૩૫ વર્ષની અનુરાધા

અજબગજબ

૩૫ વર્ષની અનુરાધા


ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ભટિયાના ગામમાં ૩૫ વર્ષની અનુરાધા નામની મહિલા પતિ હરિઓમ સાથે કરવા ચૌથની ખરીદી કરવા ગઈ હતી. જોકે રસ્તામાં એક અનિય‌ંત્રિત ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી દીધી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અનુરાધાના શરીરના ટુકડા થઈ ગયા. તેનું હૃદય ઊછળીને તેના શરીરથી દૂર જઈને પડ્યું એટલું જ નહીં, શરીરમાંથી છૂટું પડ્યા પછી પણ ક્યાંય સુધી હૃદય ધડકતું હતું એ જોઈને પતિ હરિઓમ અને અકસ્માતને નજરે જોનારા સૌનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં હતાં. આ દૃશ્ય જોઈને ઘાયલ થઈને દૂર પડેલો પતિ હરિઓમ પણ રડી પડ્યો હતો. તેને સાંત્વન આપનારાઓની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં. હરિઓમ અત્યારે હૉસ્પિટલમાં ખૂબ ગંભીર છે અને મોત સામે ઝઝૂમી રહ્યો છે. 

દિલ્હી પોલીસે અનોખા અંદાજમાં જાગરૂક કરી દીધી જનતાને




ગઈ કાલે કરવા ચૌથ નિમિત્તે દિલ્હી પોલીસે ઑફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ખાસ સેફ્ટીવાલી મેંદીની ડિઝાઇન શૅર કરી હતી. એમાં લખ્યું હતું, ‘પતિદેવ, guess what. ફોન મત ચલાઈએ, રોડ પર ધ્યાન દીજિએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2025 03:22 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK