Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દેશમાં કરવા ચૌથે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો

દેશમાં કરવા ચૌથે ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો

Published : 11 October, 2025 02:38 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકલા દિલ્હીએ લગભગ ૮૦૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે

ટૂંક સમયમાં જ મમ્મી બનનારી બૉલીવુડ ઍક્ટ્રેસ પરિણીતિ ચોપડાએ પતિ રાઘવ ચઢ્ઢા સાથે કરવા ચૌથ ઊજવી હતી. આરતીના દીવાનો પ્રકાશ પરિણીતિના પ્રેગ્નન્સી ગ્લોમાં વધારો કરતો હતો. સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયેલા પરિણીતિ અને રાઘવનાં પિક્સને અનેક લોકોએ લાઇક કરી હતી અને આ ક્યુટ કપલને શુભેચ્છા પણ પાઠવી હતી.

પતિ-પત્નીના પવિત્ર બંધનનું પ્રતીક સમું કરવા ચૌથનું નિર્જળા વ્રત ઉત્સાહપૂર્વક ઊજવાયું. કરવા ચૌથ નિમિત્તે દેશભરમાં ૨૮,૦૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય થયો હોવાનો અંદાજ છે જેમાં એકલા દિલ્હીએ લગભગ ૮૦૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે એમ વેપાર સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા વર્ષે કરવા ચૌથ પર કુલ વેપાર આશરે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો રહ્યો હતો, જ્યારે ૨૦૨૩માં એ આંકડો લગભગ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો હતો.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2025 02:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK