Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની રિયલ એસ્ટેટમાં ૬ મહિનાથી દિવાળી

મુંબઈની રિયલ એસ્ટેટમાં ૬ મહિનાથી દિવાળી

Published : 29 October, 2026 07:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્ષના પહેલા ૬ મહિનામાં પાંચ કરોડથી વધુ કિંમતના દરરોજ ૧૭થી વધુ લક્ઝ્યુરિયસ ફ્લૅટ્સનું વેચાણ, કુલ ૩૨,૬૨૩ કરોડ રૂપિયાનો આર્થિક વ્યવહાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૦૨૬-૨૭ના ફાઇનૅન્શિયલ યર દરમ્યાન મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે તેજી જોવા મળી હોવાનું આંકડા પરથી જણાય છે. વર્ષના પહેલા ૬ મહિના દરમ્યાન મુંબઈમાં લક્ઝ્યુરિયસ ફ્લૅટોની ખરીદ અને વેચાણમાં ૩૨,૬૨૩ કરોડ રૂપિયાનો આર્થિક વ્યવહાર થયો હોવાનું આંકડા પરથી જાણવા મળ્યું છે. પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતના દરરોજ સરેરાશ ૧૭ જેટલા ફ્લૅટોનાં 
ખરીદ-વેચાણ જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમ્યાન થયાં છે. ૬ મહિનામાં પાંચ કરોડ રૂપિયાથી વધુના ૩૧૪૫ ફ્લૅટોનાં ખરીદ-વેચાણ કરવામાં આવ્યાં હતાં.

એપ્રિલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન આલીશાન અને મોંઘાદાટ ફ્લૅટોના વેચાણમાં ૧૦.૫ ટકાનો વધારો થયો છે. અંધેરી (વેસ્ટ)-વર્સોવા વિસ્તારમાં લક્ઝ્યુરિયસ હોમ્સના વેચાણમાં વર્ષના પહેલા ૩ મહિના કરતાં બમણો વધારો થયો છે, જ્યારે તાડદેવમાં આવાં ફ્લૅટોના ખરીદ-વેચાણમાં ૧૨૫ ટકાનો વધારો થયો છે. 



વરલીમાં સૌથી વધુ મોંઘા ફ્લૅટો અને સૌથી વધુ ડીલ્સ
લક્ઝ્યુરિયસ હોમ્સની ડીલ્સના મામલે સૌથી વધુ આગળ પડતો વિસ્તાર વરલી છે. અહીં પાંચ કરોડથી વધુની કિંમતનાં ૨૭૫ ફ્લૅટોની ડીલ થઈ હતી જેની કુલ કિંમત ૫૫૫૮ કરોડ રૂપિયા હતી. 


ચમકારા
 ૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ કિંમત હોય એવા ૨૯ ફ્લૅટો વેચાયા.
 ૫૦ કરોડથી વધારે કિંમત ધરાવતા ફ્લૅટોની ડીલ્સમાં કુલ ૨૫૩૬ કરોડ રૂપિયાનો આર્થિક વ્યવહાર.
 વર્ષના પહેલા ૩ મહિનામાં આવી ૯ જ્યારે પછીના ૩ મહિનામાં ૨૦ ડીલ્સ થઈ એટલે સંખ્યા બમણા કરતાં વધુ થઈ. 
 ૨૦ લાખ રૂપિયા કરતાં વધુ ભાડું હોય એવા ૮ ફ્લૅટોના રેન્ટ-કૉન્ટ્રૅક્ટ થયા. 
 વરલીમાં એક ફ્લૅટ માટે એક મહિનાના ૨૮.૫૦ લાખ રૂપિયાના ભાડાનો કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યો, ૨૮.૫૦ લાખ રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે એ ફ્લૅટનું વાર્ષિક ભાડું ૩.૪૨ કરોડ રૂપિયા.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK